સ્ટાર કેટરીના કેફને ફિલ્મમાં લેવાતા સલમાન વધારે સંતુષ્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: ફિલ્મ ભારતનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યુ છે. આ ફિલ્મમાંથી બોલિવુડ અને હોલિવુડ સુપરસ્ટાર પ્રિયંકા ચોપડા નિકળી ગયા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. જા કે પ્રિયંકા અને સલમાન દ્વારા કેટલીક વખત ખુલાસા કરવામાં આવ્યા છે. હવે સલમાન ખાને ફરી એકવાર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે ભારત ફિલ્મ માટે પહેલી પસંદગી કેટરીના કેફ જ હતી. જા કે વચ્ચે પ્રિયંકા ચોપડાએ ફોન કરીને આ ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેથી સ્ટોરીમાં થોડાક ફેરફાર કરીને પ્રિયંકાને લેવામાં આવી હતી. જા કે પ્રિયંકાએ સમયસર ફિલ્મ ન કરવાની તેની ઇચ્છા વ્યક્ત કરીને કોઇ ભુલ કરી નથી.

શરૂઆતમાં જ પ્રિયંકા ચોપડાએ ઇન્કાર કરીને અમારી પરેશાનીને વધારી નથી. બીજી બાજુ એવા સમાચાર મળ્યા છે કે કેટરીના કેફને ફિલ્મમાં લેવાંમાં આવ્યા બાદ સલમાન ખાન ભારે ખુશ છે. તે પહેલાથી જ કેટરીના કેફને ફિલ્મમાં લેવામાં આવે તેને લઇને ઇચ્છુક હતો. હવે કેટરીના કેફ આવી જતા તેમની કેમિસ્ટ્રી ફરી જામનાર છે. કેટરીના સાથે સલમાન  ખાનની છેલ્લે ટાઇગર જિન્દા હે નામની ફિલ્મ કરી હતી. જે બોક્સ ઓફિસ પર રેકોર્ડજ સફળતા હાંસલ કરી ગઇ હતી.

હવે ભારત ફિલ્મમાં કામ કરી રહી છે. ભારત ફિલ્મમાં ઉભરતી સેક્સી સ્ટાર દિશા પણ કામ કરી રહી છે. સલમાન સાથે કેટરીના વિતેલા વર્ષોમાં પણ અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તમામ સારી ફિલ્મો રહી  હતી. પ્રિયંકા ચોપડા હવે ભારતમાં વધારે સમય સુધી રહેતી નથી. તે મોટા ભાગે અમેરિકામાં રહે છે. તે હોલિવુડની ફિલ્મો વધારે કરી રહી છે. જા કે તે ફરહાન અખ્તતરની એક ફિલ્મમાં કામ કરવા તૈયાર થઇ ગઇ છે. સાથે સાથે તે રાકેશ રોશનની રિતિક અભિનિત ફિલ્મ કૃશની નવી ફિલ્મ માટે પણ રાજી થઇ ગઇ છે.

Share This Article