પઠાણકોટ : જમ્મુકાશ્મીરના કઠુઆ રેપ અને મર્ડર કેસમાં ચુકાદો આજે જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશને હચમચાવી મુકનાર આ કેસમાં આજે કોર્ટે સાત આરોપી પૈકીના છને દોષિત ઠેરવ્યા હતા. એક આરોપી નિર્દો છુટી ગયો હતો. આ ચુકાદો આજે પઠાણકોટમાં ખાસ અદાલત દ્વારા આપવામાં આવ્યો હતો. દોષિત જાહેર કરવામાં આવેલા લોકોમાં તમામ આરોપીઓ સામેલ છે. દોષિત જાહેર કરવામાં આવેલાઓમાં ગ્રામ પ્રધાન સાંજી રામ સામેલ છે. તચેને આ મામલામાં માસ્ટરમાઇન્ડ તરીકે ગણાવવામાં આવ્યો હતો. વણજારા સમુદાયની આઠ વર્ષની બાળકની સાથે રેપ કરવામા આવ્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. સાંજી રામનો પુત્ર વિશાલ નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. સાંજી રામ ઉપરાંત સ્પેશિયલ પોલીસ અધિકારી દિપક ખજુરિયા , સુરેન્દ્ર વર્મા, આનંદ દત્તાને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. મામલામાં સજાની જાહેરાતને લઇને લોકોમાં ચર્ચા છે.
સમગ્ર દેશને હચમચાવી મુકનાર આ ઘટનામાં બંધ બારણે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્રીજી જુનના દિવસે સુનાવણી પૂર્ણ કરી લેવામાં આવી હતી. એ વખતે જિલ્લા અને સત્ર ન્યાયાધીશ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ૧૦મી જુનના દિવસે ચુકાદો જાહેર કરવામાં આવનાર છે. ૧૫ પાનામાં ચાર્જશીટ દાખલ કરવામા આવી હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ગયા વર્ષે ૧૦મી જાન્યુઆરીના દિવસે અપહરણ કરવામા આવેલી બાળકીને કઠુઆ જિલ્લાના એક ગામમાં બાનમાં રાખવામા આવી હતી. તેની સાથે રેપ કરવામા આવ્યો હતો. તેને ચાર દિવસ સુધી બેભાન રાખવામાં આવી હતી. ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. મામલામાં દરરોજની સુનાવણી પંજાબના પઠાણકોટમાં જિલ્લા -સત્ર કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. ગયા વર્ષે જુનના પ્રથમ સપ્તાહમાં સુનાવણી શરૂ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે મામલાને જમ્મુ કાશ્મીરની બહાર અગાઉ ખસેડી દેવાનો આદેશ કર્યો હતો.