નેપાળનાં કાઠમંડુમાં સોમવારે ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દૂર્ઘટના સર્જાઈ. જેમાં ૪૯ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ૨૦ થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. એરટ્રાફિક કન્ટ્રોલનાં જણાવ્યા મુજબ બાંગ્લાદેશ ફ્લાઈટ BS 211ને રન વે નંબર-૨ પર ઉતરવાનું હતુ પરંતુ પાઈલટે રન વે-૨૦ પર લેન્ડિંગ કર્યું. ત્યાં પ્લેન ખસીને પાસેનાં ફૂટબોલ મેદાન પર જઈ ચડ્યું અને થોડીવારમાં વિસ્ફોટ થયો હતો.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર ATC બાંગ્લાદેશ ફ્લાઈટ BS 211 તથા મિલ્ટ્રી પ્લેન બુધ્ધા 282નાં પાઈલટ સાથે એક જ સમયે વાતચીત કરી રહ્યા હતા. તે સમયે એકને રનવે -૨ અને અન્યને રનવે-૨૦ પર લેન્ડિંગ કરવાનું કહ્યુ હતું જેમાં કન્ફ્યૂઝન થયું અને આ ઘટના સર્જાઈ. પ્લેનમાં ૩૩ નેપાળી, ૩૨ બાંગ્લાદેશી, ૧ ચીન અને ૧ માલદીવનાં પેસેન્જર હતા.