મુંબઇ : બોલિવુડમાં બાર્બી ગર્લ તરીકે લોકપ્રિય કેટરીના કેફ હવે હોલિવુડમાં પણ ફિલ્મોમાં કામ કરવા માટે તૈયાર દેખાઇ રહી છે. પ્રિયંકા ચોપડા અને દિપિકા પાદુકોણના માર્ગ પર આગળ વધવા માટે તે તૈયાર છે. તેને હોલિવુડની કેટલીક ફિલ્મની ઓફર મળી હોવાના હેવાલ પણ મળ્યા છે. જો કે હાલમાં તે પટકથા વાંચી રહી છે. આવી સ્થિતીમાં કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. કેટલીક ફિલ્મની પટકથા તેને પસંદ પડી હોવાના હેવાલ પણ મળ્યા છે. તે છેલ્લે ભારત ફિલ્મમાં નજરે પડી હતી. જેમાં સલમાન ખાનની તેની સાથે ભૂમિકા હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી.
તે હાલમાં કેટલાક નવા પ્રોડેક્ટ પર પણ કામ કરી રહી છે. એમ કહેવામાં આવે છે કે કેટરીના કેફ કેટલાક પ્રોજેક્ટ પર લીલીઝંડી આપી શકે છે. તે હિન્દી ફિલ્મોની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ફિલ્મની પટકથા પસંદ પડ્યા બાદ તે આગળ વધવા માટે ઇચ્છુક છે. થોડાક સમય પહેલા અમેરિકાની તેની યાત્રા દરમિયાન તે ફોક્સ સ્ટુડિયોના બોસ સાથે મુલાકાત કરવા માટે પહોંચી ગઇ હતી. એમ કહેવામાં આવે છે કે તે હોલિવુડ સ્ટાર જર્મી રેનરની સાથે એક ફિલ્મમાં કામ કરનાર છે. એવેન્જર્સ સ્ટાર રેનર દ્વારા હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી.
હાલમાં તે રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલી સુર્યવંશીમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે લાંબા સમય બાદ ફરી એકવાર અક્ષય કુમારની સાથે જાડી જમાવનાર છે. બોલિવુડમાં અભિનેત્રીઓ વચ્ચે ગળા કાપ સ્પર્ધા હોવા છતાં તે પડકારરૂપ રોલમાં નજરે પડી રહી છે. તેની પાસે કેટલીક સારી ફિલ્મો નિયમિત ગાળામાં આવતી રહી છે. ભારત ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ ચુકી છે. હવે હોલિવુડમાં કામ કરવાની તેની ઇચ્છા પૂર્ણ થાય છે કે કેમ તેના પર તમામ તેના ચાહકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. તે બોલિવુડમાં વધુ સક્રિય રહેવા માટે ઇચ્છુક છે.