અભિનેત્રી કેટરીના કેફ હવે મહેશ બાબુની સાથે દેખાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ અને કેટરીના કેફની જોડી હવે એક ફિલ્મમાં સાથે નજરે પડનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ફિલ્મના નામ અંગે ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવનાર છે. નિર્દેશક સુકુમાર પોતાની આગામી ફિલ્મમાં આ બંને સ્ટારને સાથે લેવાનો નિર્ણય કરી ચુક્યા છે. ફિલ્મના ટાઇટલને લઇને ચર્ચા ચાલી રહી છે. જો કે ટુંકમાં આ અંગે જાહેરાત કરીને વિવાદનો અંત લવાશે. મહેશ બાબુ અને કેટરીના કેફની જોડીને લેવાનો નિર્ણય તો કરવામાં આવી ચુક્યોછે. ફિલ્મમાં કામ કરવા માટે મહેશ બાબુ પહેલાથી જ તૈયારી દર્શાવી ચુક્યો છે.

જ્યારે કેટરીના કેફ તરફથી હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. જો તમામ બાબતો નિર્ધાિરત કાર્યક્રમ મુજબ આગળ વધશે તો ૧૦ વર્ષના ગાળા બાદ કેટરના કેફ ત્રીજી તેલુગુ ફિલ્મમાં નજરે પડશે. કે આ પહેલા વેંકટેશ દુગ્ગુબાતીની સાથે મલિશ્વેરીથી વર્ષ ૨૦૧૪માં તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી કરી ગઇ હતી. ત્યારબાદ તે વધુ એક ફિલ્મ અલારી પિડુગુમાં દેખાઇ હતી. હાલમાં કેટરીના કેફ સલમાન ખાન સાથેની પોતાની ફિલ્મ ભારતને લઇને વ્યસ્ત બનેલી છે.

ફિલ્મ મોટા બજેટની ફિલ્મ છે. કેટરીના કેફ છેલ્લે જીરો ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે નજરે પડી હતી. આ  ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. ફિલ્મમાં તેની સાથે અનુષ્કા શર્મા પણ હતી. ચાહકોને આ ફિમ બિલકુલ પસંદ પડી ન હતી. હવે કેટરીના કેફ ભારત પર ધ્યાન કેન્દ્રિત કરી ચુકી છે. ભારત પહેલા સલમાન ખાન રેસની સિરિઝની ફિલ્મમાં દેખાયો હતો. જે બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ હતી. કેટરીનાને સલમાન સાથે ફાયદો થશે. ભારત ફિલ્મને લઇને ચાહકો ખુશ દેખાઇ રહ્યા છે.

Share This Article