ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલ્લાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તા એટલે “કસુંબો” -કાલે રિલીઝ થવા તૈયાર

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ “કસુંબો”ની સ્ટારકાસ્ટ વડોદરાની મુલાકાતે

રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, મોનલ ગજ્જર, કલ્પના ગાગડેકર અને ચેતન ધનાણી વગેરે કલાકારો રહ્યાં ઉપસ્થિત

IMG20240213211223

વડોદરા: લગભગ 100થી વધુ કલાકારો -કસબીઓનો કાફલો ધરાવતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીની બહુચર્ચિચત ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ “કસુંબોમાં” ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલ્લાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તાને વણવામાં આવી છે.


ફિલ્મમાં ધમેન્દ્ર ગોહિલ, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, રાગી જાની, ફિરોઝ ઈરાની, કલ્પના ગાંગાડેકર, દર્શન પંડ્યા સહિતના યુવા અને દિગ્ગજ અભિનેતાઓ મોટા પડદા પર એકસાથે જોવા મળશે. રિલીઝ થયેલ ટ્રેલરને દર્શકોએ ભરપૂર વખાણ્યું છે અને તાજેતરમાં જ ફિલ્મનું ટાઇટલ સોન્ગ પણ સોમનાથ ખાતે રિલીઝ કરવામાં આવ્યું હતું. વડોદરામાં ફિલ્મના પ્રમોશન અર્થે રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, , મોનલ ગજ્જર, કલ્પના ગાગડેકર અને ચેતન ધનાણી વગેરે કલાકારો ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતી ફિલ્મ જગતના ખુબ જાણીતા અને માનીતા દિગ્દર્શક વિજયગીરી બાવા દિગ્દર્શિત વીરપુરુષોની ગાથા દર્શાવતી ફિલ્મ છે “કસુંબો.

Movie Trailer

અમદાવાદમાં શૂટિંગ કરાયેલ આ ફિલ્મ શૌર્ય ગાથા દર્શાવે છે. આ ફિલ્મની કાસ્ટ, સેટ અને ફિલ્મ મેકિંગની પ્રક્રિયા ઘણી રસપ્રદ અને આકર્ષિત રહી છે. આ ફિલ્મ 16 ફેબ્રુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. અગાઉ આ ફિલ્મનું “ખમકારે ખોડલ સહાય છે” સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું હતું કે જે ગરબાના સ્વરૂપમાં છે, તે દર્શકોને ખૂબ પસંદ પડ્યું છે અને કસુંબોનું ટાઇટલ સોન્ગ પોતાના રિલીઝ સાથે વીરતાનો રસ પીરસે છે.ફિલ્મને વાસ્તવિકતાની વધુ નજીક લઇ જતા ચિત્રણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવેલા ઝીણવટભર્યા પ્રયાસો સફળ થતાં જણાય છે.

ખમકારે ખોડલ સહાય છે– Kamkhare Khodal Sahay che…

ફિલ્મનું શૂટીંગ અમદાવાદમાં 16 વીઘાના એક ખેતરમાં સેટ ઉભો કરીને કરવામાં આવ્યું હતું. જ્યાં પાટણની શેરીથી માંડીને રાજમહેલ શેત્રુંજી નદી અને આદિપુર ગામ, પર્વત વગેરે બનાવાયા હતા. ફિલ્મના પટકથા લેખક રામ મોરી છે. ફિલ્મનું ટાઇટલ રિલીઝ કરવાથી લઇ, પાત્રોનો પરિચય આપતાં પોસ્ટર્સ, ફિલ્મનું ટીઝર, એક સુંદર મજાનો ભક્તિભાવ ભર્યો માં ખોડિયારનો ગરબો, ફિલ્મનું ટ્રેલર અને ટાઇટલ સોન્ગ ખુબ જ પ્રભાવિત કરે છે, જે સિને ઉત્સાહીઓ સાથે સાથે સામાન્ય દર્શક ગણને આકર્ષવામાં સફળ થતી જણાય છે.

આ ફિલ્મમાં દાદુ બારોટ અને તેમના સાથીઓને વીરતા વાત કહેવામાં આવી છે. ઇતિહાસમાં ભૂલાઇ ગયેલા બારોટોના બલિદાનની આ કથા સત્યા ઘટના પ્રેરિત છે.ફિલ્મ 16 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રજૂ થઈ રહી છે.

Share This Article