દુનિયાના દેશો હવે સ્વીકાર કરી ચુક્યા છે કે જમ્મુ કાશ્મીર ભારતના એક અખંડ ભાગ તરીકે છે. ભારતની આને એક મોટી જીત તરીકે ગણવામાં આવે છે. કાશ્મીર મુદ્દા પર અનેક વખત મધ્યસ્થતાની વાત કરી ચુકેલા અમેરિકાને પણ હવે ભારતની વાત સમજાઇ ગઇ છે. જા કે દુનિયાના દેશોને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બાબતને સમજાવી દેવામાં સફળ રહ્યા છે કે જમ્મુ કાશ્મીર ભારતનો એક અખંડ ભાગ છે અને સાથે સાથે કાશ્મીર એક ભારત અને પાકિસ્તાનનો દ્ધિપક્ષીય મામલો છે. મોદીએ તમામ દેશોને વિશ્વાસમાં લઇને મોટી સફળતા હાંસલ કરી લીધી છે. અમેરિકા પણ હવે માનવા લાગી ગયુ છે કે કાશ્મીર ભારતના એક હિસ્સા તરીકે છે. જી-સાતમાં ફ્રાન્સ ઉપરાંત કેનેડા, અમેરિકા, બ્રિટન, જર્મની, ઇટાલી અને જાપાન જેવા દેશો રહેલા છે.
આમાં આ વખતે ભારત, સ્પેન, દક્ષિણ આફ્રિકા,સેનેગલ, રવાંડા અને ઇરાનને પણ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.ભારતને આમંત્રણ આપવા માટે કેટલાક કારણો રહેલા હતા. જેમાં મુખ્ય કારણ વિશ્વના મંચ પર નરેન્દ્ર મોદી જે રીતે એક શક્તિશાળી નેતા તરીકે ઉભરી રહ્યા છે તે રહ્યુ છે. સાથે સાથે ફ્રાન્સના પ્રમુખ મેક્રો સાથે તેમની નજીકની મિત્રતા પણ રહેલી છે. બીજુ કારણ એ પણ રહ્યુ છે કે ભારતની ઓળખ વિશ્વમાં હવે સૌથી ઝડપથી ઉભરી રહેલા એક શÂક્તશાળી દેશ તરીકેની છે. મોદીએ શિખર બેઠકના ભાગરૂપે જુદા જુદા દેશોના વડા સાથે વાતચીત કરી હતી. મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં મહાસચિવ એન્ટોનિયો ગુટરેજ સાથે વાતચીત કરી હતી. પૂર્વમાં ગુટરેજે કલમ ૩૭૦ને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. જા કે આ વખતે ગુટરેજે કાશ્મીર મુદ્દાને લઇને કોઇ વાત પણ કરી ન હતી. બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જાન્સન સાથે મોદીએ વેપાર, રોકાણ, સુરક્ષામાં સહકાર અને સંબંધોને મજબુત કરવાના વિષય પર વાતચીત કરી હતી. સેનેગલના પ્રમુખ સાથે પણ તેમની સફળ વાતચીત થઇ હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના દેશોને સાફ શબ્દોમાં કહેવામાં સફળ રહ્યા છે કે કાશ્મીર મુદ્દે તેમને તકલીફ ઉઠાવવાની કોઇ જરૂર નથી.
કારણ કે આ દ્ધિપક્ષીય મામલો છે. મોદીએ સાફ શબ્દોમાં એમ પણ કહ્યુ છે કે કાશ્મીર દ્ધિપક્ષીય મામલો છે. ભારત આમાં કોઇ પણ ત્રીજા દેશની દરમિયાનગીરી માટે ઇચ્છુક નથી. તે આને કોઇ રીતે સ્વીકાર પણ કરનાર નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે વાતચીત દરમિયાન પણ મોદીએ સાફ શબ્દોમાં કહ્યુ છે કે ભારત કોઇ દેશની મધ્યસ્થતા સ્વીકાર કરવા માટે તૈયાર નથી. મોદીએ ટ્રમ્પની સાથે ખાસ વાતચીત કરી હતી. મોદીએ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને પણ યુ ટર્ન લેવાની ફરજ પાડી દીધી હતી. સયુક્ત રાષ્ટ્ર જ નહીં બલ્કે અમેરિકા સહિતના દુનિયાના દેશો પણ આ મુદ્દા પર વાત કરવાની હિમ્મત કરી શકાય ન હતા. આની બિલકુલ વિરુદ્ધમાં મોટા ભાગના દેશોએ જમ્મુ કાશ્મીરમાં ભારત સરકારની કામગીરીને જ યોગ્ય ઠેરવી તેનુ સ્વાગત કર્યુ હતુ. ફ્રાન્સના બિટારિટ્જ શહેરમાં આયોજિત કરવામાં આવેલી આ શિખર બેઠકના કારણે પાકિસ્તાનને મોટી પછડાટ મોદીએ આપી દીધી છે. હવે પાકિસ્તાન આ મામલે બિલકુલ અલગ છે. તેને કોઇ દેશ સાથ આપવા માટે તૈયાર નથી. આ જ કારણ છે કે તેના નેતાઓ જેમ તેમ નિવદનબાજી કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની સાથે સાથે દુનિયાના તમામ દેશો ભારતની સાથે ઉભેલા દેખાઇ રહ્યા છે.
ભારતને દુનિયાના દેશોનુ સમર્થન મળી રહ્યુ છે. ભારતે રચનાત્મક રીતે વલણ અપનાવીને કહ્યુ છે કે વર્ષ ૧૯૪૭ પહેલા ભારત અને પાકિસ્તાન એક જ દેશ તરીકે હતા. જેથી હવે બંને દેશોને જનતાના કલ્યાણ માટે કામ કરવાની વધારે જરૂર દેખાઇ રહી છે. જેમાં ગરીબી નાબુદી, બેરોજગારીને દુર કરવાની બાબત અને વિકાસને વધારી દેવાની બાબતનો સમાવેશ થાય છે. જી-સાત શિખર બેઠક પહેલા એમ માનવામાં આવી રહ્યુ હતુ કે ભારતના કાશ્મીર મુદ્દે નિવેદનને લઇને કેટલાક દેશો રજૂઆત કરશે. મોદીના રાજદ્ધારી વલણના કારણે કોઇ દેશ ભારતની સામે નિવેદનબાજી કરી શક્યુ નથી. અમેરિકા જેવા દેશે પણ કાશ્મીરને ભારતના આંતરિક મામલા તરીકે ગણાવીને પાકિસ્તાનને ફટકો આપ્યો છે.