કાશ્મીર: પુલવામા હુમલાનો વધુ એક સુત્રધાર મોતને ઘાટ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

શ્રીનગર : ૧૪મી ફેબ્રુઆરીના દિવસે જમ્મુ કાશ્મીરના પુલવામામાં કરવામાં આવેલા ત્રાસવાદી હુમલામાં માસ્ટરમાઇન્ડ તરીકે રહેલા એક સુત્રધારને આજે સવારે ઠાર કરી દેવામાં આવ્યો હતો. ઠાર કરી દેવાયેલા ત્રાસવાદી પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક કબજે કરવામાં આવ્યા હતા. આજે સવારે થયેલી અથડામણમાંકુલ ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છથે.

માનવામાં આવે છે કે ફુંકાઇ ગયેલા ત્રાસવાદીઓમાં મુદ્દસિર અહેમદ ખાન ઉર્ફે મોહમ્મદ ભાઇ પણ ઠાર થયો છે. સોમવારે વહેલી પરોઢે ત્રાલના પિંગલિશ વિસ્તારમાં એનકાઉન્ટર દરમિયાન જેશના ત્રાસવાદી મુદ્દસ્સિર ઠાર કરાયો છે. અધિકારીઓના કહેવા મુજબ ઠાર કરી દેવામાં આવેલા ત્રાસવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળાના જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યા બાદ તપાસ ચાલી રહી છે. સુરક્ષા દળો હાલમાં હાલમાં ભારે એલર્ટ છે. બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ જારદાર ઓપરેશન હાથ ધર્યુ હતુ. સર્ચ દરમિયાન છુપાયેલા ત્રાસવાદીઓ દ્વારા અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો.

જવાબમાં કાર્યવાહી કરવામાં આવતા ત્રણ ત્રાસવાદીઓ ઠાર થયા હતા. પુલવામાં નિવાસી ૨૩ વર્ષીય મુદ્દસ્સિર એક ઇલેક્ટ્રિશિયન હતો. પુલવામાં હુમલામાં ઉપયોગ કરવામાં આવેલી ગાડી અને વિસ્ફોટકની વ્યવસ્થા આ ખતરનાક શખ્સ દ્વારા  કરવામાં આવી હતી.

Share This Article