નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં હજુ પણ ત્રાસવાદીઓ છુપાયેલા છે અને રહી રહીને બહાર નિકળીને સુરક્ષા દળો પર હુમલા કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આજે જમ્મુ કાશ્મીરના કુપવાડામાં હેન્દવારા ખાતે ભીષણ અથડામણ થઇ હતી. જેમાં વધુ એક ત્રાસવાદીને ઠાર કરી દેવામાં આવ્યો હતો. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. કાશ્મીરમાં હાલમાં ત્રાસવાદીઓ તંગ સ્થિતી વચ્ચે લાભ લેવાના પ્રયાસ કરી રહ્યા છે.
રિપોર્ટ પર વિશ્વા કરવામાં આવે તો હેન્દવારાના ક્રાલગુન્ડા વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા ત્રાસવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં એક ત્રાસવાદી ઠાર કરી દેવામાં આવ્યો હતો. હેન્દવારામાં અગાઉ સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી. જેમાં પાંચ સુરક્ષા જવાનો શહીદ થયા હતા. જ્યારે ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ ગાળા દરમિયાન સીઆરપીએફના બે જવાન અને પોલીસ જવાનો શહીદ થયા હતા. કાશ્મીરમાં હાલમાં સ્થિતી ખુબ તંગ બનેલી છે.