મુંબઈ : શિવસેનાએ આજે એક અહેવાલમાં ટાંકીને કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે હવે નવું વલણ અપનાવ્યું છે. સંઘે હવે રામ મંદિરના મુદ્દાને અસ્થાયી રીતે બાજુમાં મુકી દઈને પુલવામા હુમલા બાદ કાશ્મીરના મુદ્દાને પ્રાથમિકતા આપી છે. દેશમાં માહોલ હાલમાં યોગ્ય નહીં હોવાની વાત કરવામાં આવી રહી છે. શિવસેનાએ કહ્યું હતું કે કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના સૂચિત મહાગઠબંધન દેશમાં ક્યારેય પણ સ્થિરતા અને શાંતિ લાવી શકે તેમ નથી જેથી સંઘનું વલણ બદલાયું છે તે એક રીતે દેશ માટે યોગ્ય બાબત છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કહ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં પાકિસ્તાનને કોઈ નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી.
પાર્ટીએ ૨૦૧૪ લોકસભા ચુંટણી પહેલા એવા નારાને પણ રજુ કરવામાં આવ્યો છે જેમાં સ્થિર સરકાર અને મજબૂત વડાપ્રધાનની પસંદી કરવા કેહવાયું છે. શિવસેનાએ પુલવામા જેવી ઘટનાને રોકવા દેશમાં એક સ્થિર સરકારની જરૂર દેખાઈ રહી છે. પાકિસ્તાન સામે અનેક કાર્યવાહી રુપે પગલાં લેવાઈ રહ્યા છે. શિવસેનાએ કહ્યું છે કે સંઘે પણ હવે કાશ્મીરને પ્રાથમિકતા આપી છે. શિવસેનાનું કહેવું છે કે સંઘે હાલમાં પુલવામા અને કાશ્મીરના વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કાશ્મીરની સમસ્યાને ઉકેલવા દેશને એક મજબૂત અને સ્થિર સરકારની જરૂર છે. આતંકવાદને એ વખત સુધી પરાજિત શકાય નહીં જ્યાં સુધી એક મજબૂત વડાપ્રધાન રહેશે નહીં. લોકોનું ધ્યાન અયોધ્યામાં રામ મંદિર, સમાન નાગરિક સંહિતા, કલમ ૩૭૦ને ખતમ કરવા જેવા મુદ્દાથી દુર હટીને કાશ્મીર અને પુલવામા જેવા મુદ્દા અને એક સ્થિર સરકાર ચુંટી કરવાની બાબત ઉપર કેન્દ્રિત છે.