શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ સાથે અથડામણ દરમિયાન સુરક્ષા દળોને વધારે મોટી સફળતા હાથ લાગી છે. અહીં કુલગામના ચૌગામમાં સુરક્ષા દળોએ ૫ ત્રાસવાદીઓને ઠાર કરી દીધા છે. બીજી બાજુ બારામુલ્લાથી કાજીગુંડ સુધીન રેલવે સેવાને બંધ કરી દેવામાં આવી છે. સાવચેતીના પગલારૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા દળોને છેલ્લા ૪૮ કલાકમાં જ રાજ્યના જુદા જુદા વિસ્તારમાં ૧૫ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં સફળતા મળી છે. ચૌગામમાં અથડામણ દરમિયાન પાંચ ત્રાસવાદીઓ ફુંકાયા છે. ત્રાસવાદીઓ સાથેન અથડામણમાં બે જવાનોને ઇજા પણ થઇ છે.
સુરક્ષા દળોએ ચારેબાજુથી સમગ્ર વિસ્તારને ઘેરીને સફળ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યુ છે કે અથડામણ બાદ રાજ્યમાં સ્થિતીને ધ્યાનમાં લઇને બારામુલ્લા અને કાજીગુંડ વચ્ચેન ટ્રેનસેવા હાલમાં રોકી દેવામાં આવી છે. આજે સવારે બાતમીના આધાર પર સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ગઇકાલે જ ત્રાસવાદીઓ પોલીસ પર ગોળીબાર કરીને ફરાર થઇ ગયા હતા. ત્રાસવાદઓ અંગે માહિતી મળ્યા બાદ કાર્યવાહી કરતા પહેલા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી આતંકવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ જોરદારરીતે ચાલી રહ્યું છે જેના પરિણામ સ્વરુપે મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઠાર થઇ રહ્યા છે. આ વર્ષે સેંકડોની સંખ્યામાં આતંકવાદીઓ ફુંકાઈ ચુકયા છે અને ઓપરેશન હજુ જારી છે.
સેના અને સુરક્ષા દળો સફળ રીતે ત્રાસવાદીઓનો ખાત્મો બોલવી રહી છે. આજે સવારે પણ બાતમીના આધાર પર ઓપરેશન હાથ ધરાયું હતું. જમ્મુ કાશ્મીરમાં સક્રિય હિઝબુલ, જૈશે મોહમ્મદ, લશ્કરે તોઇબાના ત્રાસવાદીઓમાં હાલ ભારે ખળભળાટ મચેલો છે.કારણ કે તેમના મોટા લીડરો ઠાર થઇ ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૪૮ કલાકમાં ૧૩ ત્રાસવાદીઓ હવે ફુંકાઇ ગયા છે. ૧૩મી સપ્ટેમ્બરના દિવસે પણ જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં સાત આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરમાં ડીએસપી સહિત નવ પોલીસ જવાનો ઘાયલ થયા હતા. બીજી બાજુ સમગ્ર બારામુલા જિલ્લામાં ઇન્ટરનેટ સુવિધાને બંધ કરી દેવામાં આવી હતી. જા કે હવે અહાં ઇન્ટરનેટ સેવા ફરી રાબેતા મુજબ કર દેવામાં આવી છે. આજે સવારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ ત્યારે કુલગામમાં ચૌગામ ખાતે છુપાયેલા ત્રાસવાદીઓએ સુરક્ષા દળો ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
પોલીસના પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું છે કે, ત્રાસવાદીઓની સાથે અથડામણ શરૂ કરતા પહેલા સામાન્ય નાગરિકોને સુરક્ષિત સ્થળો ઉપર લઇ જવામાં આવ્યા હતા. અથડામણમાં પાંચ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. અથડામણના સ્થળે કેટલાક હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે . બુધવારે સવારે જમ્મુ-શ્રીનગર રાજમાર્ગ નજીક ત્રાસવાદીઓની એક ટીમે વાહનોની ચકાસણી દરમિયાન પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ અથડામણનો દોર શરૂ થયો હતો.
જમ્મુ કાશ્મીર પોલીસની વન્ય ટુકડી ઝંઝર કોટલી નજીક નાકાબંધી કરીને વાહનોની ચકાસણી કરી રહી હતી ત્યારે વાહનોની લાઇનમાં રહેલા એક ટ્રકમાં બે ત્રાસવાદીઓએ પોલીસ ટુકડી ઉપર ગોળીબાર કર્યો હતો અને ફરાર થઇ ગયા હતા. મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ ફુંકાઇ રહ્યા છે છતાં ત્રાસવાદીઓ સક્રિય થયેલા છે. આનો અર્થ એ છે કે સ્થાનિક લોકોની અંદર જ ત્રાસવાદીઓ મોટા પાયે રહેલા છે. તેમને શોધી કાઢીને મોતને ઘાટ ઉતારી દેવાની બાબત સુરક્ષા દળો માટે સરળ નથી. સાથે સાથે કટ્ટરપંથી ત્રાસવાદીઓને સાથ આપી રહ્યા છે.