જમ્મુ કાશ્મીરમાં લાંબા સમયથી ત્રાસવાદી હિંસા અને અશાંતિના પરિણામ સ્વરૂપે સામાન્ય લોકોની સાથે સાથે પ્રવાસીઓ પણ સતત મુશ્કેલી અનુભવ કરે છે. જરૂર લાંબા સમયથી દહેશતનો સામનો કરી રહેલા જમ્મુ કાશ્મીરમાં સળગી રહેલી આગને શાંત કરવા માટેની રહેલી છે. લોકશાહી રીતે સરકાર ચૂંટી કાઢવા માટેની પણ બાબત જરૂરી બની છે. ક્યારેક ક્યારેક સંકેતોમાં આપવામાં આપવામાં આવેલા નિવેદનના કારણે પણ સીધી માર કરે છે. જ્મ્મુ કાશ્મીરના રાજ્યપાલ મલિકના નિવેદનને લઇને પણ આવુ જ બન્યુ છે. મલિકે રવિવારે ત્રાસવાદીઓને એવી સલાહ આપી દીધી હતી કે સુરક્ષા કર્મચારીઓની હત્યા કરવાના બદલે એવા લોકોને ટાર્ગેટ બનાવવામાં આવે જો વર્ષો સુધી આ રાજ્ય એટલે કે કાશ્મીરને લુંટી રહ્યા છે.
જે ઇરાદા સાથે મલિકે આ વાત કરી હતી તે યોગ્ય નિશાના ઉપર વાગી હતી અને તરત પ્રતિક્રિયાઓ આવવા લાગી ગઇ હતી. આ બાબત જુદી છે જે વિવાદ વઘી ગયા બાદ મલિકે ગઇકાલે સોમવારના દિવસે સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે એક રાજ્યપાલ તરીકે તેમને આવી વાત કરવાની જરૂર ન હતી. સાથે સાથે આ બાબત પણ જોડી દીધી કે જો તેઓ આ પગ પર ન રહ્યા હોત તો આ જ વાત કરી હોત. સાથે સાથે કોઇ પણ અંજામનો સામનો કરવા માટે પણ તૈયાર રહ્યો હોત. મલિકે પોતાના નિવેદનને હતાશા અને ગુસ્સામાં આપેલા નિવેદન તરીકે ગણાવીને વિવાદને શાંત પાડી દેવાનો પ્રયાસ કર્યો હતો.
મલિકે કહ્યુ હતુ કે સતત વધી રહેલા ભ્રષ્ટાચારના કારણે આ પ્રકારના સ્થિતી સર્જાઇ ગઇ છ. રાજ્યપાલ તરીકે મલિકની કેટલીક બંધારણીય મર્યાદા પણ રહેલી છે. પરંતુ જ્યારે તેઓ કહે છે કે કાશ્મીરમાં ખુબ વધારે રાજનેતા અને ટોપ અધિકારીઓ છે અને આ લોકો ભ્રષ્ટાચારમાં ડુબેલા છે તો ચિંતા વધી જાય તે સ્વાભાવિક છે. રાજકીય લોકો માટે ટિકા ટિપ્પણી માટે અલગ અલગ અભિપ્રાય હોઇ શકે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કાશ્મીરમાં જે સ્થિતી સર્જાઇ છે તેના માટે જવાબદાર કોણ છે તેના પર વિચારણા કરવાની બાબત વધારે જરૂરી છે. રાજ્યપાલ મલિકે જે કઇ પણ કહ્યુ તેમાં એક હદ સુધી વાસ્તવિકતા પણ છે. પડોશી દેશ પાકિસ્તાનની ભાષા બોલનાર કાશ્મીરના કેટલાક રાજનેતા જ્યારે ત્રાસવાદીઓની તરફેણ કરવા માટે મેદાનમાં ઉતરે છે ત્યારે તેમના અસલી ચહેરા પણ સપાટી પર આવી જાય છે. એકબાજુ આવા નેતાઓ અને અધિકારીઓ શાંતિ સ્થાપિત કરવાની વાત કરે છે જ્યારે બીજી બાજુ આ લોકો નિષ્પક્ષ ચૂંટણી ન થાય તેવા પ્રયાસ પણ કરે છે.
છેલ્લા વર્ષોમાં અમે જોઇ ચુક્યા છીએ કે માત્ર દસ ટકા વોટ હાંસલ કરનાર પણ કાશ્મીરમાંથી સંસદમાં પહોંચી રહ્યા છે. જ્યારે પણ કાશ્મીરમાં ત્રાસવાદને કચડી નાંખવા માટેના પ્રયાસ કરવામાં આવે છે ત્યારે માનવ અધિકારના મુદ્દાને ઉઠાવીને અડચણો ઉભી કરવાના પ્રયાસ કરવામા આવે છે. ભ્રષ્ટાચારના મામલામાં જ્યારે રાજનેતાઓ અને ટોપ અધિકારીઓના નામ આવે છે ત્યારે લાગે છે કે મલિકે કોઇ વાત ખોટી કરી નથી. પરંતુ કોઇને ગોળી મારી દેવાની બાબત પણ હિંસાને પ્રોત્સાહન આપે છે. સામાન્ય રીતે તો હવે મલિકે પોતે પણ ખુલાસો કરી દીધો છે.