“સત્તા અને સેના વચ્ચે પિસાતું કાશ્મીર” જેવી હેડલાઈન્સ તૈયાર કરી અને નકારાત્મક માહોલ તૈયાર કરવામાં આંતરરાષ્ટ્રીય મીડિયા અને યુ.એન. માં જતા અહેવાલોમાં દુશમન દેશો દ્વારા ભારતીય સૈન્યની ખોટી છાપ ઉભી કરવા માં આવે છે. એક બાજુ આતંકવાદી અને ઘુસપેઠિયાને રોકવાનો આદેશ અને બીજી બાજુ તેમના સપોર્ટર અને ખરીદેલા ભાડુતી પથ્થરબાજો સાથે હથિયાર વગર પ્રેમ પૂર્વક અને ધાર્મિક ભાવનાઓને અસર નહિ થાય તે રીતે વર્તવાનો આદેશ, શું આ શક્ય છે ?
જયારે ચારી બાજુ થી ઈતો અને પથ્થરોની ભરમાર થઇ હોય, તમારી જીપના કાચ પણ તોડી નાખ્યા હોય અને તેમાંથી પથ્થર, દ્રવ્યો અને અન્ય વસ્તુઓના સતત પ્રહારો થતા હોય ત્યારે જો કોઈ ગાડી ની નીચે આવી જાય તો શું તે વાંક ભારતીય મિલ્ટ્રીના એ ચાલાકનો કહેવાય કે ગાડી સામે હુમલો કરવા આવતી ભીડના એ અસભ્ય વર્તણુક વાળા સભ્યનો ? શું રમજાન મહિના ના પવિત્ર માસમાં પણ હિંસાત્મક પ્રવૃત્તિ નહિ અટકવા અને સીઝફાયર નો ભંગ થવા પાછળ કોઈ કોમી એકતા નો સંદેશ હોઈ શકે?
ભારતની અંદર ઉપરોક્ત ઘટનાઓના અનુસંધાનમાં મહત્તમ લોકોનો અભિપ્રાય કાશ્મીરની સેનાના પક્ષમાં અને તેઓને પથ્થરબાજો સામે આધુનિક હથિયારથી સક્ષમ બનાવવાનો છે. જો કાયદાકીય રેતે કલામ 35 (એ) ની જોગવાઈ સુપ્રીમ કોર્ટ દ્વારા રાડ ના થઇ હોય તો પણ જો કોઈ કાયદાનુ ઉલ્લંઘન કરે તેને સજા આપવી એ ન્યાય હોય તો પથ્થર ફેંકી અને પ્રથમ કાયદો હાથમાં લેનાર માટે સોફ્ટ કોર્નર કેમ ?
કાશ્મીરી પ્રજાનો રોષ કેટલી હદે વ્યાજબી ગણવો કે આંતરરાષ્ટ્રીય અવલોકન માટે એક મુદ્દો બનાવવો કે પછી સેનાને સત્તા આપી અને સમગ્ર સમસ્યાનું સમાધાન આવવાની શક્યતા ઉપર વિચારવું તે ત્યાંની સરકાર માટે મુખ્ય પડકાર છે.
Article by – Vision Raval