12 આતંકવાદીઓ નો ખાતમોં, ત્રણ જવાન શહિદ – કાશ્મીર

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

દક્ષિણ કાશ્મીર માં ભારતીય સિક્યુરિટી ફોર્સ દ્વારા સરહદ પાર થી આવતા આતંકવાદીઓ ને આજે ખુબ મોટું નુકશાન થયું છે, સવાર થી ચાલતા ત્રણ અલગ અલગ વિસ્તરના ઓપરેશન દરમિયાન ભારતીય સેના આતંકવાદીઓ ઉપર તૂટી પડી હતી. મળતી માહિતી મુંજબ એક જીવતો આતંકવાદી પણ ભારતીય સેનાએ ના હાથ માં આવ્યો છે. આ આતંકવાદી ગતિવિધિઓ પાછળ “હિઝબુલ મુજાહિદીન” જેવા સંગઠનને પુનઃ જીવિત કરવાનો હેતુ હોવાનું સામે આવે છે.

આ ઓપરેશન વિષે કાશીમીરના પોલીસ ચીફ એક પી વૈદ દ્વારા માહિતી આપતી ટ્વીટ પણ કરવા માં આવી હતી.

clip d10

મળતી માહિતી મુજબ કુલ 12 જેટલા આતંકવાદીઓને ભારતીય સૈનિકબળ દ્વારા મોત ને ઘાટ ઉતારી દેવા માં આવ્યા છે. આ ઓપરેશન ની સફળતા પાછળ ભારતીય ફોજના શહિદ થયેલા બહાદુર જવાનો ના નામ અરવિંદ કુમાર, નિલેશ સિંહ અને સેપોય હેતરામ છે.

Share This Article