કારટ્રેડ ટેકનું કારવાલે અબશ્યોર, જે જુની ગાડી ખરીદનારાઓ અને વિક્રેતાઓને વિશ્વ કક્ષાનું ઓનલાઈન-ઓફલાઈન શોપિંગ અનુભવ પ્રદાન કરતું વિશિષ્ટ પ્લેટફોર્મ છે, તે અમદાવાદમાં તેના નવીનતમ અને સૌથી મોટા આઉટલેટની શરૂઆત સાથે ગુજરાતમાં તેની હાજરીને વિસ્તારી રહ્યું છે. આ શહેર તેના સમૃદ્ધ ઓટોમોટિવ ઉદ્યોગ અને જુની ગાડી ની વધતી માંગ માટે પ્રખ્યાત છે અને તે કારવાલે અબશ્યોર માટે બજારમાં નોંધપાત્ર તક રજૂ કરે છે. આ આઉટલેટ, કેરકે પ્રા. લિ., નું ઉદ્ઘાટન ૫મી ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ કારટ્રેડ ટેક -યુઝ્ડ કાર્સના પ્રેસિડેન્ટ શ્રી અભિષેક પટોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઓઉટલેટના ઉદ્ઘાટન સાથે, કારવાલે અબશ્યોર હવે અમદાવાદમાં ૨ આઉટલેટ ધરાવે છે.
ભારતનું જુની ગાડી નું બજાર નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૦૨૭ સુધી ૧૯.૫% ના CAGR સાથે બમણા દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે. કંપનીએ ૨૦૨૨માં અમદાવાદમાંથી જુની ગાડી ના વ્યવસાયમાં ૩૭% વધારો જોયો છે, જેમાં મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, હોન્ડા, મહિન્દ્રા અને ટાટા OEM જેવા ટોચના બ્રાન્ડ સૌથી આગળ છે. સૌથી વધુ લોકપ્રિય મોડલમાં સ્વિફ્ટ, ક્રેટા, સ્વિફ્ટ ડિઝાયર, વર્ના, સિટી અને અર્ટિગાનો સમાવેશ થાય છે, જેમાં હેચબેક, એસયુવી અને સેડાન બોડી સ્ટાઇલમાં અગ્રણી છે.
કેરકે પ્રા. લિ. ના સ્થાપક અને ડિરેક્ટર, શ્રી રાજન દેસાઈએ ઉદ્ઘાટન વિશે જણાવ્યું હતું કે, “નવી બ્રાંચ ગ્રાહકોને તેમના ઇચ્છિત વાહનની ખરીદી કરતી વખતે અનુપમ અને અસાધારણ અનુભવ પ્રદાન કરશે. ગ્રાહકો આઉટલેટ પર ઉચ્ચ-ગુણવત્તાવાળી જુની ગાડી ની વિશાળ શ્રેણી જોવાની અપેક્ષા રાખી શકે છે, જેનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવે છે અને બજારના ધોરણોને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવેલ કારવાલે અબ્શ્યોરના ૪ S વચન દ્વારા મૂકવામાં આવી છે. અમે, અમારી બ્રાંચ પર, સર્વોચ્ચ ગ્રાહક સેવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું લક્ષ્ય રાખીએ છીએ જેથી ગ્રાહકો તેમની કાર-ખરીદીના અનુભવ દરમિયાન વ્યક્તિગત ધ્યાન અને સમર્થન મેળવવાની અપેક્ષા રાખી શકે છે. અમે અમારું આઉટલેટ અમદાવાદમાં જુની ગાડી ખરીદનારાઓ માટે વન-સ્ટોપ-શોપ બનવાની ઈચ્છા ધરાવીએ છીએ, જેમાં મલ્ટિ-બ્રાન્ડ વર્કશોપ, ડિટેલિંગ સ્ટુડિયો, અલગ સર્વિસ સ્ટેશન અને પેઇન્ટિંગ બૂથ, લિફ્ટ અને નાઇટ્રોજન જેવી અદ્યતન તકનીકી સુવિધાઓ ની વિવિધ સેવાઓ પ્રદાન કરવામાં આવે છે. આ ઓઉટલેટમાં ૫૦ જેટલી કાર રાખવાની ક્ષમતા અને તે ૪૦૦૦ વાર નો વિશાળ વિસ્તાર ધરાવે છે, જેનાથી ગ્રાહકોને મુશ્કેલી વગર નો અનુભવ મળે છે.”
વધુમાં, કેરકે પ્રા. લિમિટેડ ના ડિરેક્ટર, શ્રી રિતેશ શાહએ કારવાલે અબશ્યોર ના નવા આઉટલેટ ના ઉદ્ઘાટન વિશે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “આ નવું કારવાલે અબશ્યોર આઉટલેટ અનુપમ ગ્રાહક સેવા પ્રદાન કરવા અને વાહન સેવાઓની વિવિધ શ્રેણી પ્રદાન કરીને કારની માલિકીનો અનુભવ વધારવા માટે તૈયાર કરવામાં આવેલ છે. કારવાલે અબશ્યોર એક બ્રાન્ડ તરીકે માત્ર એના ગ્રાહકોને જ નહીં પરંતુ અમારા ડીલરો માટે પણ સમર્પિત છે જે અમને જુની ગાડી ને કાર્યક્ષમ રીતે ખરીદવા અને વેચવાની તક આપે છે. વધુમાં, શહેરમાં જુની ગાડી ની વધતી જતી માંગને જોતા, અમદાવાદમાં વધુ એક બ્રાંચ ખોલવા બદલ અમે કારવાલે ને અભિનંદન પાઠવવીએ છીએ.”
કારટ્રેડ ટેક લિ. – જુની ગાડી ના પ્રેસિડેન્ટ, શ્રી અભિષેક પટોડિયાએ કારવાલે અબશ્યોર ના નવા આઉટલેટના ઉદ્ઘાટન વિશે કહ્યું, “અમદાવાદમાં કારવાલે અબશ્યોર ના નવીનતમ આઉટલેટનું લોન્ચ કંપનીના પ્રાદેશિક પદચિહ્નમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. આ આઉટલેટ એક નવા સ્થળે ઝડપી અને ભરોસાપાત્ર વાહન સેવાઓ સાથે ઉત્કૃષ્ટ ગ્રાહક સેવાનો અનુભવ આપવા માટે તૈયાર કરવામાં આવેલ છે. આ વ્યૂહાત્મક પગલું વિક્રેતા અને ખરીદનારની જરૂરિયાતો વચ્ચેના અંતરને દૂર કરવા માટે કંપનીના સમર્પણ અને સમગ્ર કારની માલિકીના અનુભવને સુધારવા માટે તેની અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે. વધુમાં, આ પ્રદેશ વાહન ઉદ્યોગ માટે એક કેન્દ્ર તરીકે આગળ આવવા તૈયાર છે, જેમાં ગુણવત્તાયુક્ત જુની ગાડી અને અદ્યતન સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.”
વધુમાં, કંપની સરળ ફાઇનાન્સિંગ વિકલ્પો અને પસંદ કરેલી કાર પર ૪S વચન આપીને ઉત્કૃષ્ટ ગ્રાહક અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે. ૪S વચનમાં “શ્યોર” ગેરેંટીનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને ૭-દિવસની મની-બેક ગેરંટી પૂરી પાડે છે, જેમાં કોઈ પ્રશ્ન પૂછવામાં આવતો નથી. વધુમાં, કંપની શૂન્ય-અકસ્માત અને નો-ટેમ્પર ગેરંટી સાથે “સુરક્ષિત” ખાતરી આપે છે અને “સુરક્ષિત” વચન પ્રમાણિત ગુણવત્તા તપાસ માટે કુલ ૧૬૭ પોઈન્ટ સાથે ગ્રાહક ને માનસિક શાંતિ પ્રદાન કરે છે. છેલ્લે, “સ્માર્ટ” વચનમાં કુલ ૧૫,૦૦૦ કિલોમીટર ની વોરંટીનો સમાવેશ થાય છે. આ વચનો દ્વારા ગ્રાહક સંતોષ માટે કંપની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને કાર ખરીદનારાઓને સુરક્ષા અને ખાતરી આપે છે.