લવ આજ કલ-૨માં કાર્તિકની સાથે કિયારા અડવાણી દેખાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડમાં કોઇ પણ અભિનેત્રી અથવા તો અભિનેતા માટે પાકી માહિતી વહેલી તકે બહાર આવતી નથી. હવે એવી માહિતી આવી છે કે કાર્તિક આર્યનની સાથે નવી ફિલ્મ લવ આજ કલ-૨માં સારા અલી ખાન નજરે પડનાર નથી. તેની સાથે હવે ફિલ્મ માટે કિયારા અડવાણીની પસંદગી કરવામાં આવી છે. પહેલા એવી ચર્ચા હતી કે ફિલ્મ માટે સારા અલી ખાનની પસંદગી કરી લેવામાં આવી છે. સારા હાલમાં સિમ્બાની સફળતા  બાદ ભારે ખુશ દેખાઇ રહી છે. તે ફિલ્મ લવ આઈજ કલને લઇને આશાવાદી હતી. હવે તે બીજા ભાગમાં નહીં હોવાના હેવાલ મળ્યા છે.

વર્ષ ૨૦૦૯માં આવેલી લવ આજ કલના નિર્દેશક ઇમ્તિયાજ અલી જ ફિલ્મના નિર્દેશક તરીકે કામ કરી રહ્યા છે. ઇમ્તિયાજ અલી ઇચ્છે છે કે ફિલ્મના બીજા ભાગને પહેલા કરતા બિલકુલ અલગ રીતે તૈયાર કરવામાં આવે. એમ કહેવામાં આવે છે કે કાર્તિક આર્યન ઇમ્તયાજ અલીની પ્રથમ પસંદગી તરીકે હતો. ત્યારબાદ તરત જ કિયારાને લઇ લેવામાં આવી છે. હાલમાં આ ફિલ્મની પટકથા પર કામ ચાલી રહ્યુ છે. આ ફિલ્મમાં હાલના દોરની રોમેન્ટિક કોમેડીને ઉમેરી દેવામાં આવનાર છે. વર્ષ ૨૦૦૯માં રજૂ કરવામાં આવેલી ફિલ્મમાં સેફ અલી ખાન, દિપિકા અને ગિજેલ મોટેરાની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મમાં રિશિ કપુરે પણ યાદગાર ભૂમિકા અદા કરી હતી. કિયારા પણ આ ફિલ્મને લઇને ભારે આશાવાદી છે. તેને સારી એક્ટિંગ કુશળતા દર્શાવવા માટેની તક મળી ગઇ છે.

આ હિન્દી ફિલ્મની પટકથા રોમાંચક રહે તેમ માનવામાં આવે છે. લવ સ્ટોરી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે. ફિલ્મને લઇને પ્રાથમિક તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. કિયારાને પણ સુચના આપી દેવામાં આવી છે. કિયારા હવે આર્યન સાથે ફિલ્મને લઇને ભારે ખુશ છે.

Share This Article