અંતે કાર્તિકે લવ આજ કલ-૨ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લીધુ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઇ: કાર્તિક આર્યને હવે ભુલ ભુલૈયાની સિક્વલ ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય કર્યો છે. કાર્તિકે લવ આજ કલ-૨ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લીધુ છે. વર્ષ ૨૦૦૭માં આ ફિલ્મ રજૂ કરવામા ંઆવી હતી. જેમાં વિદ્યા બાલનની ભૂમિકા પડકારરૂપ હતી. કાર્તિક તેની સારા અલી ખાન સાથેની ફિલ્મ લવ આજ કલ-૨ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લીધુ છે. ફિલ્મની પટકથાને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. કાર્તિક બોલિવુડમાં ઓછી ફિલ્મમાં ભૂમિકા અદા કરી છે. ઉભરતા સ્ટાર કાર્તિકનુ નામ હાલમાં બોલિવુડમાં ચારેબાજુ છવાયેલુ છે. કેટલાક લોકો તો તેને યુવા દિલોની  ધડકન તરીકે ગણે છે. કેટલાક મોસ્ટ વોન્ટેડ મુન્ડા તરીકે પણ તેને ગણે છે. ગ્વાલિયર જેવા નાના શહેરથી ગ્લેમરની દુનિયામાં પહોંચેલા આર્યનને શરૂઆતના દિવસોંમાં કેટલીક તકલીફનો સામનો કરવો પડ્યો હતો. તેને શરૂઆતમાં કોઇ સારી ફિલ્મો મળી રહી ન હતી. સ્ટારડમથી પહેલા તે સંઘર્ષ કરતો રહ્યો હતો.

જા કે ગયા વર્ષે તેની ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મ રજૂ કરવામા ંઆવ્યા બાદ તેની લાઇફ બદલાઇ ગઇ છે. તેનુ કહેવુ છે કે હાલમાં તેની પાસે તમામ સારી ફિલ્મો આવી રહી છે. તેની પ્રથમ ફિલ્મ પ્યાર કા પંચનામા  હતી. પંચનામા ટુ પહેલા કરતા મોટી ફિલ્મ હતી. ત્યારબાદ સોનુ કે ટીટુ કી સ્વીટી તેના કરતા પણ મોટી ફિલ્મ સાબિત થઇ હતી. તેનુ કહેવુ છે કે સાત વર્ષના ગાળા બાદ તેને સારી સફળતા મળવા લાગી છે. બોલિવુડમાં નવી અભિનેત્રીઓ તેને ખુબ પસંદ કરે છે. જેમાં સારા અલી ખાન અને અનન્યા પાન્ડેનો સમાવેશ થાય છે. તેનુ કહેવુ છે કે અનન્યા સાથે તે એક ફિલ્મ કરી રહ્યો છે જેના કારણે તેને વર્ક ફ્રન્ટ પર મળ્યો છે. તે ખુબ કુશળ સ્ટાર છે.અનન્યાની ખુબસુરતીની પ્રશંસા કરતા તે થાકતો નથી.

તેનુ કહેવુ છે કે સારા અલી ખાન દ્વારા તેને લઇને કરવામાં આવેલી પ્રતિક્રિયાથી ખુશ છે તે સારા અલી ખાનની બાબતોને પસંદ કરે  છે.  સારા એક વખત હાલમાં કહી ચુકી છે કે તે આર્યનની સાથે ડેટ પર જવાનુ પસંદ કરે છે. કાર્તિક પાસે કોકટેલ-૨ ફિલ્મ રહેલી હોવાનુ જાણવા મળ્યુ છે. સારા અલી ખાન કાર્તિક આર્યન સાથે કામ કરીને ખુશ છે. તેની લાંબા ગાળાની ઇચ્છા પૂર્ણ થઇ છે. તે ઘણા સમયથી કાર્તિક સાથે કામ કરવા માટે ઇચ્છુક હતી. હવે લવ આજ કલ-૨ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં છે. સારા છેલ્લે સિમ્બામાં નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

ફિલ્મને સરેરાશ સફળતા મળી હતી. ફિલ્મ રોહિત શેટ્ટીની હતી. ફિલ્મમાં ભરપુર એક્શન સીન રાખવામાં આવ્યા હતા. ફિલ્મના ગીતો પણ સુપર હિટ રહ્યા હતા. હવે સારા અલી અને કાર્તિક અન્ય એક ફિલ્મ કોકટેલમાં પણ નજરે પડી શકે છે.

Share This Article