સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન દ્વારા ભૂતપૂર્વ વિત્ત મંત્રી પી ચિદમ્બરમ ના પુત્ર કાર્તિક ચિદમ્બરમ ને મની લોન્ડ્રિગ ના મામલા માં અરેસ્ટ કરવા માં આવ્યા છે. તેઓ ને સીબીઆઈ હેડક્વાટર ફોર પટિયાલા હાઉસ કોર્ટ માં કોંગ્રેસ લોયર અભિષેક સંઘવી દ્વારા આજે ચાર વાગ્યા ની આજુ બાજુ હાજર કરવા માં આવ્યા છે.
આ આઈ એન એક્સ મીડિયા ના આ કેસ માં ગયા મેં મહિના માં સીબીઆઈ દ્વારા એફ આઈ આર લોન્ચ કરવા માં આવી હતી. આ મુજબ જયારે પી ચિદમ્બરમ ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે આઈ એન એક્સ મીડિયાના વિદેશ એકાંઉન્ટ માં 305 કરોડ જેટલી રકમની આપ-લે કરવા માં આવી હતી જેની કોઈજ માહિતી સરકાર કે ફોરેન એક્સચેન્જ ડિપાર્ટમેન્ટને આપવા માં આવી નહોતી
સીબીઆઈ અને ED દ્વારા કાર્તિક ચિદમ્બરમ ની અનેક ઓફિસો અને બિઝનેસ હાઉસ ઉપર પાછલા એક વર્ષ માં અનેક રેડ તથા છાપા મારી આધારભૂત ડોક્યુમેન્ટ અને પુરાવા એકઠા કરવા માં આવ્યા હતા. આવનારા સમય માં કોર્ટ અને તેના ચુકાદા ઉપર ખબરપત્રી ને નજર રહેશે અને વિગત વાર અહેવાલ આપ સુધી પહોંચાડવા માં આવશે