અબુધાબી ખાતે કાર્તિક આર્યનને ૪ સ્ટેજ પરફોર્મન્સ માટે સિલેક્ટ કરવામાં આવ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભૂલ ભુલૈયા ૨ની સક્સેસ બાદ કાર્તિક આર્યનની સ્ટાર વેલ્યુ વધી ગઈ છે. અબુ ધાબી ખાતે યોજાનારા IIFA (ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્‌સ)માં અભિષેક અને સલમાનથી માંડીને ઘણાં બોલિવૂડ સ્ટાર્સ હાજર રહેવાના છે. આ બધાની વચ્ચે કાર્તિક આર્યનને સ્ટેજ પર ચાર જેટલા પરફોર્મન્સ માટે સિલેક્ટ કરવામાં આવ્યો છે.

કાર્તિક આ સાથે પહેલી વાર ભૂલ ભુલૈયા ૨ના હિટ સોંગ્સ પર લાઈવ પરફોર્મન્સ આપશે.  કાર્તિક આર્યન એક્ટિંગ ઉપરાંત સ્મૂધ ડાન્સ મૂવ્સ માટે પણ જાણીતો છે. અનેક ઈવેન્ટ્‌સમાં કાર્તિકે હિટ સોંગ્સ પર પરફોર્મન્સ આપેલા છે. આ વર્ષે તે પોતાની ફિલ્મ ભૂલ ભુલૈયાના ટાઈટલ ટ્રેક પર ઓડિયન્સને ડોલાવશે.

આર્યનના ઝીગઝેગ સ્ટેપ્સ આ વર્ષના મોસ્ટ વાઈરલ લૂકમાં આવે છે. IIFAમાં લાઈવ પરફોર્મન્સ દરમિયાન કાર્તિક પહેલી વખત ફિલ્મના ટાઈટલ ટ્રેક ઉપરાંત દે તાલી પર પરફોર્મન્સ આપશે. સોર્સીસના જણાવ્યા મુજબ, ધીમે ધીમે, કોકા કોલા, બૂમ ડિગી જેવા એવરગ્રીન સોન્ગ્સ પણ આર્યન જ પરફોર્મ કરવાનો છે.

આર્યનના સ્ટેજ ટાઈમ અને પરફોર્મન્સ નંબરમાં થઈ રહેલા વધારાને જાેતાં તેની ડીમાન્ડ વધી હોવાનું જણાય છે.

Share This Article