સૌથી વધારે અમીર ધારાસભ્યોની યાદીમાં કર્ણાટક ટોપે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી: ભારતમાં ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૨૪.૫૯ લાખ રૂપિયા છે. સૌથી વધુ અમીર ધારાસભ્યોની યાદીમાં કર્ણાટક ટોપ પર છે. અહીં ૨૦૩ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક એક કરોડ ૧૧ લાખ રૂપિયાની આસપાસ છે. ક્ષેત્રવાર જાવામાં આવે તો પૂર્વીય ક્ષેત્રના ૬૧૪ ધારાસભ્યોની આવક સૌથી ઓછી ૮.૫ લાખ રૂપિયા અને દક્ષિણી રાજ્યોના ૭૧૧ ધારાસભ્યોની વાર્ષિક આવક ૫૧.૯૯ લાખ રૂપિયા છે. સૌથી રસપ્રદ આંકડાની વાત કરવામાં આવે તો આઠમાં ધોરણ સુધી ભણેલા નેતાઓની આવક પણ આશરે ૯૦ લાખ રૂપિયા છે.

એડીઆર અને નેશનલ ઇલેક્શન વોચ દ્વારા આ સંબંધમાં આંકડા જારી કરવામાં આવ્યા બાદ આ અંગેનો ખુલાસો થયો છે. જેમાં ધારાસભ્યોની આવકનો ખુલાસો થયો છે. છત્તિસગઢના ૬૩ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૫.૪ લાખ રૂપિયાની આસપાસ છે. આમાં વધુ એક ચોંકાવનારી વિગત પણ સપાટી પર આવી છે. વિગત એ છે કે વધારે ભણેલા ધારાસભ્યોની તુલનામાં ઓછા ભણેલા ધારાસભ્યોની આવક વધારે રહી છે.

કુલ ૪૦૮૬ ધારાસભ્યો પૈકી ૩૧૪૫ દ્વારા જમા કરવામાં આવેલા સ્વ ધોષિત શપથપત્રમા કહેવામાં આવ્યુ છે કે પાંચમાં૧૨માં સુધી અભ્યાસ કરી ચુકેલા ૩૩ ટકા ધારાસભ્યોની સરેરાશ આવક ૩૧.૦૩ લાખ રૂપિયાની રહી છે. જ્યારે ૬૩ ટકા ગ્રેજુએટ  અને તેના કરતા વધારે ભણેલા ધારાસભ્યોની આવક ૨૦.૮૭ લાખ જેટલી છે. અનપઢ રહેલા ધારાસભ્યોની આવક સરેરાશ ૯.૩ લાખ રૂપિયા છે.

Share This Article