નવી દિલ્હી : કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર પર હાલમાં સંકટ તોળાઇ રહ્યુ છે. રાજકીય નાટકનો દોર જારી રહ્યો છે. બે અપક્ષ ધારાસભ્યોએ છેડો ફાડી લીધા બાદ હવે કોંગ્રેસ પાર્ટીને પણ ફટકો પડી શકે છે. કારણ કે આગામી દિવસોમાં ૨૨૪ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના કેટલાક સભ્યો ભાજપમાં સામેલ થઇ શકે છે. મળેલી માહિતી મુજબ કોંગ્રેસના ઓછામાં ઓછા પાંચ ધારાસભ્યો રાજીનામુ આપી શકે છે. ભાજપ અને કોંગ્રેસે પોત પોતાની છાવણીમાંથી સભ્યોને રોકવા માટે તમામ પ્રયાસો જારી રાખ્યા છે. યેદીયુરપ્પાના આંતરિક વર્તુળોમાં રહેલા સુત્રોએ કહ્યું છે કે, પાર્ટી પહેલાથી જ કોંગ્રેસના ૧૨ ધારાસભ્યોના સંપર્કમાં છે અને તે ચારથી પાંચ અન્ય ધારાસભ્યોના ટેકાની રાહ જાઈ રહી છે. આ વખતે ચોક્કસપણે સારા પરિણામ મળશે.
આવી સ્થિતિમાં ભાજપ ચોક્કસપણે કર્ણાટકમાં નવી સરકાર બનાવી લેવામાં અથવા તો લોકસભાની સાથે સાથે રાજ્યવિધાનસભાની ચૂંટણી મધ્યસત્રમાં યોજવા માટે ફરજ પાડશે. કુમારસ્વામીએ કહ્યું છે કે, પાર્ટી મજબૂતી સાથે આગળ વધી રહી છે. કર્ણાટક સંકટ વચ્ચે એકબાજુ મુખ્યમંત્રી કુમારસ્વામીએ ભાજપના ધારાસભ્યોની ખરીદી વેચાણની પ્રક્રિયાને લઇને આક્ષેપોને રદિયો આપ્યો છે. બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવકુમારે કહ્યું છે કે, સરકાર સામે કોઇ ખતરો નથી. કોંગ્રેસી નેતા અને રાજ્યના કેબિનેટ મંત્રી ઝમીર અહેમદે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે, તેમની પાર્ટીના કોઇ ધારાસભ્ય અન્ય પાર્ટીમાં જશે નહીં. પાર્ટીના ચારથી પાંચ ધારાસભ્ય મુંબઈમાં છે. તેમને ખરીદવાના પ્રયાસ થશે તો અમે શાંત રહીશું નથી. ભાજપને ચારથી પાંચ ધારાસભ્યોનું સમર્થન મળી શકે છે. કોંગ્રેસ અને ભાજપના ટોપના નેતાઓ પોતાના સભ્યોને રોકવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે. જા કે બંને પાર્ટીમાં ભંગાણની શક્યતા છે.