કર્ણાટકમાં બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. રાજ્યપાલ વજુભાઇ વાળાએ સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. આ ઘટના ઘટના પછી કોંગ્રેસ સહિત ઘણી પાર્ટીઓએ અન્ય રાજ્યોમાં પણ સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાની માંગ કરી છે.
મણિપુરમાં પણ વિપક્ષના નેતા ઈબોબી સિંહે રાજ્યપાલ સાથે મુલાકાત કરી સૌથી પાર્ટી કોંગ્રેસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાની માંગ કરી છે. મણિપુરમાં ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ૬૦ બેઠકમાંથી તેમના પક્ષે ૨૮ પર જીત મેળવી હતી તેથી તેમના પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ મળવું જોઇએ.
બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી ચેજસ્વી યાદવે રાજ્યપાસ સત્યપાલ મલિકને મળી સરકાર બનાવવાનો દાવો કર્યો છે, ત્યાં કોંગ્રેસે ગોવામાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે અને આ માટે રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર સોપી સદનમાં બહુમત સાબિત કરવા માટે આમંત્રણની માંગ કરી છે.
ગોવામાં અને મણિપુરમાં સરકાર રચાયાને ૧ વર્ષથી વધુ સમય થયો છે અને બિહાર ચૂંટણી ૨૦૧૫માં યોજાઇ હતી ત્યારે આ તમામ રાજ્યોમાં કરાયેલા સરકાર બનાવવાના દાવા પર સવાલ ઉઠી રહ્યા છે. માનવામાં આવે છે કે આ તમામ દાવાઓ કોંગ્રેસ અને રાજદ દ્વારા ભાજપાને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી રહ્યાં છે.