બેંગ્લોર : કર્ણાટકમાં લોકસભાની ત્રણ અને વિધાનસભાની બે સીટો ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડી ગયો છે. લોકસભાની બે સીટ પર કોંગ્રેસની જીત થઇ છે જ્યારે બે વિધાનસભા સીટ પૈકી એક પર તેની જીત થઇ છે. બીજી સીટ ઉપર પણ Âસ્થતિ સારી છે. જેડીએસ-કોંગ્રેસ ગઠબંધને બે વિધાનસભા બેઠકો જીતી લીધી છે. મંડિયા અને બેલ્લારી લોકસભા સીટ ઉપર પણ જીત થઇ છે. બીએસ યેદીયુરપ્પાના પુત્ર બીવાય રાઘવેન્દ્રએ સિમોગા લોકસભા સીટ ઉપર જીત મેળવવામાં સફળતા મેળવી છે. આ પરિણામ કોંગ્રેસની રાજનીતિની દ્રષ્ટિએ પણ ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. પેટાચૂંટણીના પરિણામ બાદ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં
કોંગ્રેસ અને જેડીએસ વધુ મજબૂત ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનને મોટી સફળતા હાથ લાગી છે. માંડિયા લોકસભા સીટ પર જેડીએસને મોટી સફળતા હાથ લાગી છે. જ્યારે બેલ્લારીમાં કોંગ્રેસને જીત મળી છે. સિમોગામાં ભાજપ અને જેડીએસ વચ્ચે તીવ્ર સ્પર્ધા જાવા મળી છે. ત્યારબાદ ભાજપને જીત હાસલ થઇ છે. રામનગર વિધાનસભા સીટ પર જેડીએસને જીત મળી છે. જેડીએસના ઉમેદવાર મુખ્યમંત્રી એચડીકુમારસ્વામીના પÂત્ન અનિતા કુમારસ્વામી હતા તેમની જીત થઇ છે. જામખંડી વિધાનસભા સીટ પર કોંગ્રેસને જીત મળી છે. ભાજપ માટે પણ રાહતની માહિતી સિમોગા લોકસભા સીટ પરથી આવી છે જ્યારે યેદીયુરપ્પાના પુત્ર રાઘવેન્દ્રની જીત થઇ છે. અહીં યેદીયુરપ્પાના પુત્ર રાઘવેન્દ્રની જીત જેડીએસના ઉમેદવાર સામે જારદાર ટક્કર બાદ થઇ છે. બેલ્લારી લોકસભા સીટ પર કોંગ્રેસને સફળતા મળી છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર વીએસ ઉગરપ્પાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. માંડિયા લોકસભા સીટ પર જેડીએસને જીત ળી છે. આવી જ રીતે લોકસભાની ત્રણ સીટો પૈકી એક એક સીટ પર કોંગ્રેસ, ભાજપ અને જેડીએસને જીત મળી છે. ખાસ બાબત એ છે કે, બેલ્લારીને ભાજપના ગઢ તરીકે ગણવામાં આવે છે. ભાજપના નેતા શ્રી રામુલુના બહેન શાંતાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ આદિવાસી જનજાતિ માટે અનામત સીટ બચાવી શકી ન હતી.
ત્રીજી નવેમ્બરના દિવસે મતદાન યોજવામાં આવ્યું હતું. કર્ણાટકમાં મંગળવારના દિવસે લોકસભાની ત્રણ અને વિધાનસભાની બે સીટો માટે પેટાચૂંટણીને લઇને મતગણતરી શરૂ થઇ હતી. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન અને ભાજપ વચ્ચે સીધી સ્પર્ધા હતી. આ સીટો ઉપર ત્રીજી નવેમ્બરના દિવસે મતદાન થયા બાદ ૬૭ ટકા જેટલું મતદાન થયું હતું. પાંચમાંથી ચાર સીટો રાજીનામાના કારણે ખાલી પડી હતી અને એક સીટ ધારાસભ્યના અવસાનના કારણે ખાલી પડી હતી. સિમોગા સીટ યેદીયુરપ્પા, બેલ્લારી સીટ શ્રીમુલુ અને માંડિયા સીટ ઉટ્ટારાજુના રાજીનામાના કારણે ખાલી થઇ હતી. રામનગર સીટમાંથી કુમારસ્વામીના રાજીનામા અને જામખંડી સીટ કોંગ્રેસના ધારાસભ્ય સિદ્ધૂ ન્યામગૌડાના અવસાનના કારણે ખાલી થઇ હતી. કોંગ્રેસ પાર્ટીએ જેડીએસની સાથે મળીને લોકસભાની ત્રણ અને વિધાનસભાની બે સીટો ઉપર પેટાચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ચુકાદા મુજબ કોંગ્રેસ પાર્ટી બેલ્લારી અને સિમોગા લોકસભા બેઠકમાંથી મેદાનમાં ઉતરી હતી જ્યારે માંડિયા લોકસભા સીટમાંથી જેડીએસના ઉમેદવાર મેદાનમાં ઉતર્યા હતા. વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ જામખંડી અને જેડીએસ રામનગરમાંથી મેદાનમાં ઉતરી હતી. જેડીએસ-કોંગ્રેસ ગઠંધનને વિધાનસભાની બંને સીટો મળી છે. આ ઉપરાંત માંડિયા અને બેલ્લારી લોકસભા સીટ પણ મળી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર ઉગરપ્પાએ બેલ્લારી સીટ પર ૨૪૩૨૬૧ મતે જીત મેળવી છે. જ્યારે રામનગરમ સીટ પરથી અનિતા સ્વામીની જીત થઇ છે.