બેંગલુરૂઃ કર્ણાટક ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. મત ગણતરીની શરૂઆત થઇ ત્યારે પ્રવાહોમાં કોંગ્રેસનું પલડુ ભારે લાગી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ પ્રવાહો બદલાતા કોંગ્રેસને પછાડી બીજેપી સરકાર બનાવવા તરફ જઇ રહી છે.
હાલની પરિસ્થિતિ બીજેપી ૧૧૫ બેઠકો, જ્યારે કોંગ્રેસ ૬૩ બેઠકો પર આગળ ચાલી રહી છે. ચૂંટણી પહેલા કિંગ મેકર તરીકે જોવાઇ રહેલી પાર્ટી જેડીએસ ૪૦ બેઠકો પર આગળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ૧૨ મેના રોજ કર્ણાટકમાં ચૂંટણી યોજાઇ હતી, જેની મત ગણતરી હાલમાં ચાલી રહી છે.
હાલના પ્રવાહને જોતા લાગી રહ્યું છે કે કર્ણાટકમાં પૂર્ણ બહુમત સાથે બીજેપી સરકારની રચના થઇ શકે છે. ગઇ વિધાન સભા કરતાં કોંગ્રેસને બેઠકો જાળવી મોટા પ્રમાણમાં નુક્શાન થયું છે. કોંગ્રેસના સૂપડા સાફ થતાં નજરે આવી રહ્યાં છે. કર્ણાટકમાં બીજેપીની સંભવિત જીતને લઇને પાર્ટી કાર્યકર્તાઓમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને અનેક સ્થળે ઉજવણી કરતાં દેખાઇ રહ્યાં છે.