કરિશ્મા કપૂરઃ “હું એક શિસ્તબદ્ધ છોકરી હતી પરંતુ કરીના બિલકુલ પટાકા હતી”

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઝી ટીવીના સૌથી મોટા પ્રતિભા આધારિત ડાન્સ રીયાલીટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સઃ બેટલ આૅફ ચેમ્પિયન્સ’ અત્યારથી જ દર્શકોના દિલોને જીતી લેવાનું શરૂ કરી ચૂક્યો છે જ્યાં ટોચના ૧૪ સ્પર્ધકો અનેક બેનમૂન પ્રદર્શનો પ્રસ્તુત કરી રહ્યા છે. ત્રણ અદભૂત નિર્ણાયકો કરીના કપૂર, ખાન બોસ્કો અને રફતાર દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહ્યા છે અને સાથે સાથે હોસ્ટ કરણ વાહી પોતાની અદાઓ વડે તેમના ઉપર જાદુ ચલાવી રહ્યો છે!

અહીં, આ અઠવાડિયે દર્શકોને મનોરંજનનો અખૂટ ખજાનો મળવા જઇ રહ્યો છે જ્યાં સુંદરતાની મૂર્તિ એવી કરિશ્મા કપૂર પોતાની વહાલી બહેન કરીના કપૂર ખાનની જગ્યાએ મહેમાન નિર્ણાયક તરીકે હાજર રહેશે. અહીં જ્યારે વિષય છે ડાન્સિંગ સીમાચિન્હરૂપ કલાકારોને બિરદાવવાનો, ત્યાં સ્પર્ધકો બેજોડ પ્રદર્શનનો રજૂ કરશે અને તમામ લોકો ને મનોરંજન પૂરું પાડશે! એક સ્પર્ધક રુચિકાનું ગીત ‘લે ગઈ લે ગઈ’ પરનું પ્રદર્શન આ હિટ ગીતની મૂળ ડાન્સર કરિશ્માને મંચ ઉપર ખેંચી લાવ્યું અને તેને આ દસ વર્ષની ડાન્સિંગ સિતારા સાથે કદમ થિરકાવવા માટે મજબૂર કરી દીધી.

આ ઉપરાંત રુચિકાને કરિશ્મા પાસેથી કરીનાના બાળપણ વિશે જાણી લેવાની તક મળી અને અહીં લોલોએ જે વાતો જણાવી તેનાથી બધા આશ્ચર્ય ચકિત રહી ગયા! કરિશ્મા કપૂરે જણાવ્યું કે, “ખરેખર હું ખૂબ જ ધીરજવાન હતી અને મને મિસ ગુડી ટુ શુઝ તરીકે ઓળખાતી હતી. હું એક શિસ્તબદ્ધ છોકરી હતી પરંતુ કરીના તો બિલકુલ પટાકા હતી. તે ખૂબ તોફાની હતી અને હંમેશા ભાગી જતી તથા અમે બધા તેની શોધમાં લાગી જતા. હું એક સરળ છોકરી હતી જ્યારે તે મારા કરતાં બિલકુલ વિપરીત અને હું માનું છું કે એટલા માટે જ એવું કહેવાય છે કે વિરુદ્ધ પ્રકૃતિના લોકો જીવનમાં એકબીજા તરફ ખેંચાય છે. અમે બંને એકબીજાની આટલા નજીક છે તેમાં કોઈ નવાઈ નથી.”

આપણી માનીતી કપૂર બહેનો લોલો અને બેબોના બંધન ને સલામ છે! આ ઉપરાંત દર્શકો આ અઠવાડિયે જોઈ શકશે અન રીયલ ક્રૂના ‘માર ડાલા’ પરના જબરજસ્ત પ્રદર્શનને તથા સાલ ક્વીનના ‘આંખો કી મસ્તી’ પરના પ્રદર્શનને, અને સાથે સાથે કરિશ્મા કપૂર મંચ ઉપર તોફાન જગાવશે જ્યારે તે પોતાના યાદગાર ગીતો પર કદમ થિરકાવીને બધાને અવાચક કરી દેશે.

Share This Article