જમ્મુ કશ્મીરના એક નાનકડા ગામ કઠુઆમાં 8 વર્ષની બાળકી આસિફાનું અપહરણ થયુ, તેને મંદિરમાં લઇ જઇને સામુહિક દુષ્કર્મ આચર્યુ અને બાદમાં તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. નાનકડી બાળકીને ઇન્સાફ અપાવવા માટે હિન્દુસ્તાન આખુ સામે આવ્યુ. સોશિયલ મિડીયાની મદદથી બોલિવુડ સેલેબ્સે પણ પોતાનો ગુસ્સો બતાવ્યો અને આસિફાને ન્યાય મળે તેની માગણી કરી. અલગ અલગ હેશટેગ દ્વારા લોકોએ આસિફાને ન્યાય મળે તેવી માંગ કરી હતી.
બાકી લોકોની જેમ કરીના કપૂરે પણ આસિફા માટે ન્યાયની માંગ કરી પરંતુ તેને લોકોએ ખૂબ જ ટ્રોલ કરી હતી. કરીનાનું ટ્વિટર એકાઉન્ટ નથી માટે વિરે-દી-વેડિંગની તેની કો-એક્ટર સ્વરા ભાસ્કરે તેની તસવીર ટ્વિટર પર શેર કરી. તે સિવાય કરીના કપૂરના ફેન ક્લબ દ્વારા પણ તેની તસવીરને શેર કરવામાં આવી. તેની તસવીરને જોતા જ લોકોના ટ્રોલિંગનો શિકાર બની હતી. લોકોએ તેને કહ્યુ હતુ કે તેણે હિન્દુ થઇને મુસ્લિમ સાથે લગ્ન કર્યા અને પોતાનો ધર્મ બદલી નાંખ્યો. કોઇએ તેના દિકરા તૈમુરના નામ પર પ્રહાર કર્યા, તૈમુરના નામને ક્રુર મુઘલ શાશક સાથે પણ જોડવામાં આવ્યુ.
તસવીર સ્વરાના એકાઉન્ટથી શેર કરવામાં આવી હતી એટલે સ્વરાએ જ લોકોને કરીના તરફથી જવાબ આપ્યા હતા. સ્વરાએ કહ્યુ હતુ કે તમને શરમ આવવી જોઇએ કે તમારા જેવા લોકો આ ધરતી પર અસ્તિત્વ ધરાવે છે. ભગવાને તમને જે મગજ આપ્યુ છે તે નફરતથી ભર્યુ છે અને મોઢુ ગંદકીથી, તમને આવુ બોલવાની હિંમત મળી છે તે સરકાર પાસેથી મળી છે કે શું?
ફક્ત સ્વરા અને કરીના જ નહી વિરે-દી-વેડિંગની કો-સ્ટાર સોનમ કપૂરે પણ તેનો ગુસ્સો દર્શાવ્યો છે. આસિફા માટે ન્યાય માંગવા માટે કરીના સામે આવી પરંતુ તેના મુસ્લિમ સાથે લગ્ન અને દિકરાનું નામ તૈમુર પાડવા પર તેનો ખુબ વિરોધ થયો હતો. સૈફિનાએ તેમના દિકરાનું નામ પાડતી વખતે જ જણાવ્યુ હતુ કે તૈમુર નામનો અર્થ થાય છે ફોલાદથી ભરપૂર માણસ. હવે તેને લઇને જ કરીનાનો વિરોધ થયો છે.