કરીનાને નથી એતરાઝ..!!

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કરીના કપૂર ખાનને ક્યારેય એ વાતને લઇને આપત્તિ નથી થઇ કે તે બીજી કોઇ હિરોઇન સાથે સ્ક્રીન શેર કરવી પડશે. કરીનાની આગામી ફિલ્મ વીરે દી વેડિંગમાં તે ત્રણ અભિનેત્રી સાથે સ્ક્રીન શેર કરી રહી છે. તેમાં પણ તેને કોઇ આપત્તિ નથી. કરીનાએ કહ્યુ હતુ કે, તેને ફક્ત તે વાતથી ફર્ક પડે છે કે ફિલ્મની વાર્તા શું છે.

કરીનાએ જણાવ્યુ હતું કે, તેના ફિલ્મી કરિયરની શરૂઆત જ તેવી ફિલ્મોથી થઇ હતી કે જેમાં તેને બીજી અભિનેત્રી સાથે સ્ક્રીન શેર કરવી પડી હતી. રાની મુખર્જી સાથે તેણે મુજસે દોસ્તી કરોગી કરી હતી. કાજલ સાથે બે ફિલ્મો કરી અને પ્રિયંકા ચોપરા સાથે એતરાઝ કરી. દિલ ચાહતા હે તો કરીનાની ઓલ ટાઇમ ફેવરિટ ફિલ્મ છે. તેને ગમે છે કે ગ્રુપ સાથે મસ્તી કરતા કરતા તે ફિલ્મ પૂર્ણ કરે.

ઉલ્લેખનીય છે કે, 1 જૂને કરીનાની ‘વીરે દી વેડિંગ’ રિલીઝ થઇ રહી છે. કરીનાની સાથે સોનમ કપૂર, સ્વરા ભાસ્કર, શિખા તલસાનીયા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

Share This Article