કારગિલ યુદ્ધના હિરો લાન્સ નાયક આબિદ હતા : હેવાલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હરદોઇ : ત્રીજી મે ૧૯૯૯ના દિવસે કારગીલ યુદ્ધની શરૂઆત થઇ હતી અને આજના દિવસે એટલે કે ૨૬મી જુલાઇ ૧૯૯૯ના દિવસે કારગીલ યુદ્ધની પૂર્ણાહુતિ થઇ હતી. આ યુદ્ધમાં ભારતીય સેનાના સાહસી જવાનોએ જોરદાર પરાક્રમ કર્યા હતા. જેમાં સેંકડો પાકિસ્તાની જવાનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા અને જે બચી ગયા હતા તે સંતાઇને ભાગી ગયા હતા. જો કે પોતાની વિરતાનો પરિચય આપતા ભારતના પણ અનેક જવાનો અને અધિકારી શહીદ થયા હતા. આ શહીદ થયેલાઓમાં લાન્સ નાયક આબિદ ખાન પણ સામેલ હતા. શહિદ આબિદ હરદોઇ જિલ્લાના પાલી વિસ્તારના હતા.

તેમની શહાદતને લઇને હજુ પણ તમામ લોકો ચિંતાતુર છે. પાલીનગરના મોહલ્લા કાજીસરાયમાં છઠ્ઠી મે ૧૯૭૨ના દિવસે તેમનો જન્મ થયો હતો. તેઓ શરૂઆતથી સાહસી હતા. તેઓ સેનામાં ભરતી થવા માટે ઇચ્છુક હતા. વર્ષ ૧૯૮૮માં તેમની ઇચ્છા પૂર્ણન થઇ હતી. એ વખતે તેઓ સેનામાં જાડાઇ ગયા હતા. કારગીલમાં ત્રાસવાદીઓ સાથે જંગ ખેલતા એકલા મોરચા પર તેઓ લડ્યા હતા. ત્રાસવાદીઓ વચ્ચે ઘેરાઇ ગયા હોવા છતાં તેઓ બચીને સફળ રીતે નિકળી ગયા હતા.

આબિજને ૧૯૯૫માં સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આબિદ બકરી ઇદની રજા મનાવવા માટે ઘરે ગયેલા હતા ત્યારે જ તેમને ફરી હાજર થવા માટે આદેશ આવ્યો હતો. તેમને ટાઇગર હિલ માટે મોકલી દેવામાં આવ્યા હતા. એકલા આબિદે ૧૭ પાકિસ્તાની જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ગાળા દરમિયાન તેઓ ઘાયલ થયા હતા. જેમાં તેઓ શહીદ થયા હતા. તેમને આજે યાદ કરવામાં આવ્યા હતા. સાહસને કારગીલ યુદ્ધ વિજય દિવસે  શ્રદ્ધાંજલિ અપાઇ હતી.

Share This Article