નવી દિલ્હી : ભારતમાં આજે કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કારગીલ યુદ્ધની શરૂઆત ત્રીજી મેના દિવસે થઇ હતી અને સેનાએ ૨૬મી જુલાઇ ૧૯૯૯ના દિવસે કારગીલ ઓપરેશન પૂર્ણ કરાયાની જાહેરાત કરી હતી. તમામ પાકિસ્તાની ત્રાસવાદીઓ અને પાકિસ્તાની સેનાના જવાનોને ખદેડી અને તેમને મોતને ઘાટ ઉતારી પોતાના વિસ્તાર પર ફરી કબજા જમાવ્યો હતો. કારગીલ યુદ્ધનો ઘટનાક્રમ નીચે મુજબ છે.
- ત્રીજી મે ૧૯૯૯ના દિવસે કારગીલમાં પાકિસ્તાની ઘુસણખોરી અંગે સ્થાનિક લોકોએ માહિતી આપી હતી.
- પાંચમી મે ૧૯૯૯ના દિવસે ભારતીય આર્મી પેટ્રોલ ટીમ મોકલાવામાં આવી, પાંચ સૈનિકોને બાનમાં પકડી લેવામાં આવ્યા અને તેમના પર અમાનવિય કૃત્ય કરાયુ જેથી તેમનુ મોત થયુ
- નવમી મેના દિવસે પાકિસ્તાની સૈનાએ ભારે ગોળીબાર કર્યો જેથી કારગીલમાં ભારતીય શસ્ત્રગારને નુકસાન થયુ
- ૧૦મી મેના દિવસે દ્રાસ, કાકસર અને મુસખોહ સેક્ટરમાં મોટા પાયે ઘુસણખોરી દેખાઇ
- મેના મધ્યમાં કાશ્મીર ખીણમાંથી ભારતીય સેનાએ જવાનોને કારગીલ સેક્ટરમાં ખસેડ્યા
- ૨૬મી મેના દિવસે ભારતીય હવાઇ દળે ઘુસણખોરો સામે હવાઇ હુમલા કર્યા
- ૨૭મી મેના દિવસે હવાઇ દળે બે ફાઇટગ વિમાનમિગ-૨૧ અને મિગ-૨૭ ગુમાવ્યા, અધિાકારી નચિકેતાને પીઓડબલ્યુ તરીકે પકડી લેવાયા
- ૨૮મી મેના દિવસે પાકિસ્તાને હવાઇ દળના એમઆઇ-૧૭ને તોડી પાડ્યું, જેમાં ચાર ક્રુના મોત થયા
- પહેલી જુને પાકિસ્તાને હુમલા તીવ્ર બનાવ્યા અને એનએચ-૧એ પર હુમલો કર્યો
- પાંચમી જુને ભારતીય સેનાએ દસ્તાવેજ જારી કરીને કહ્યું હતું કે પાકિસ્તાની સેનાની આમાં સંડોવણી છે અને પુરાવા રજૂ કર્યા
- છ્ઠી જુને ભારતે કારગીલમાં ભીષણ હુમલા શરૂ કર્યા
- નવમી જુને ભારતીય સેનાએ બટાલિક સેક્ટરમાં બે ચાવીરૂપ સ્થળો ફરી કબજામાં લીધા
- ૧૧મી જુને ભારતીય સેનાએ તત્કાલીન પાકિસ્તાની સેના વડા પરવેઝ મુશર્રફ અને અન્યોની ફોન પર વાતચીતની ટેપ જારી કરી
- ૧૩મી જુને ભારતીય તેનાએ દ્રાસમાં ટોલોલિંગ પર કબજા કર્યો
- ૧૫મી જુને અમેરિકી પ્રમુખ ક્લિન્ટને ફોન પર પાકિસ્તાની વડાપ્રધાન શરીફને કારગીલમાંથી સેના પાછી ખેંચવા માટે કહ્યુ
- ૨૯મી જુને ભારતીય સેનાએ બે મહત્વપૂર્ણ પોઇન્ટ ૫૦૬૦ અને પોઇન્ટ ૫૧૦૦ પર કબજા કર્યો અને પોઇન્ટ ટાઇગર હિલ નજીક છે
- બીજી જુલાઇના દિવસે ભારતીય સેનાએ કારગીલમાં ત્રિપાંખીય હુમલો કર્યો
- ચોથી જુલાઇના દિવસે ભારતીય સેનાએ ૧૧ કલાકની લડાઇ બાદ ટાઇગર હિલ પર કબજા જમાવ્યો
- પાંચમી જુલાઇના દિવસે ભારતીય સેનાએ દ્રાસ પર કબજા જમાવ્યો, શરીફે ક્લિન્ટન સાથે તેમની બેઠક બાદ કારગીલમાંથી પાકિસ્તાની સેના પાછી ખેંચવાની જાહેરાત કરી
- ભારતે બટાલિકમાં જુબેર હાઇટ્સ પર ફરી કબજા જમાવ્યો
- ૧૧મી જુલાઇના દિવસે પાકિસ્તાને પાછા ખસી જવાની શરૂઆત કરી, ભારતે બટાલિકમાં ચાવીરૂપ ચોટીઓ પર કબજા મેળવ્યો
- ૧૪મી જુલાઇના દિવસે ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઓપરેશન વિજય સફળ રહ્યું હોવાની સત્તાવાર જાહેરાત કરી
- ભારત સરકારે પાકિસ્તાન સાથે વાતચીત કરવાની શરત મુકી
- ૨૬મી જુલાઇના દિવસે કારગીલ યુદ્ધનો સત્તાવાર રીતે અંત આવ્યો, ભારતીય સેનાએ તમામ પાકિસ્તાની ત્રાસવાદીઓને ખદેડી મુક્યા હોવાની અને પોતાના વિસ્તાર પર સંપૂર્ણ કબજા જમાવ્યો હોવાની જાહેરાત કરી, ભારતમાં જવાનોએ ઓપરેશન વિજયની ઉજવણી કરાઇ