નવી દિલ્હી: કારગિલ યુદ્ધને આજે ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. આજે દેશભક્ત શહિદોને યાદ કરવામાં આવ્યા હતા. ખૂબ ઓછા લોકોને આ અંગેની માહિતી છે કે, ૧૯૪૭માં ભારતના ભાગલા પહેલા કારગીલ લદાખના બાલ્ટીસ્તાન જીલ્લાના ભાગ તરીકે હતું. કારગીલ અલગ વસ્તી ધરાવનાર વિસ્તાર તરીકે હતું. ૧૯૭૧ના પાકિસ્તાન યુદ્ધ બાદ બન્ને દેશોએ સીમલા સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં એકબીજાની સરહદમાં દરમિયાનગીરી ન કરવા નિર્ણય લેવાયો હતો.
આ યુદ્ધમાં પાકિસ્તાનની હાર થઈ હતી. કારગીલ શહેર શ્રીનગરથી ૨૦૫ કિમીના અંતરે સ્થિત છે.નોર્ધન એરિયા અંકુશ રેખાની નજીક છે. અહીં તાપમાન પણ ખૂબ જટીલ રહે છે ઉનાળામાં તીવ્ર ગરમી અને શિયાળામાં તાપમાન રેકોર્ડ સપાટી પર પહોંચે છે. કારગીલને મુખ્યરીતે આતંકવાદીઓને ટાર્ગેટ બનાવવા પાછળ કેટલાક કારણો હતા. કારણકે અહીંયા લશ્કરી જવાનો હોતા નથી. આ ઉપરાંત અહીંથી કોઈની પણ સામે લડવાની બાબત ખૂબ જ સારી રહે છે અને ફાયદો મળે છે.