કરીના કપુરના શોમાં સની લિયોન પ્રથમ ગેસ્ટ બનશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: બોલિવુડની બેબી ડોલ સની લિયોન કરીના કપુરના નવા શોમાં પ્રથમ ગેસ્ટ તરીકે રહેનાર છે. આ અંગે નિર્ણય કરી લેવામાં આવ્યો છે. કરીના કપુર હવે નવા શો સાથે મેદાનમાં આવી રહી છે. એમ માનવામાં આવે છે કે આ શો નવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યો છે. એમ પણ કહેવામાં આવે છે કે કરીના કપુરના પ્રથમ શોમાં ગેસ્ટ તરીકે આવવા માટે સની લિયોન રાજી થઇ ગઇ છે. સની લિયોન બોલિવૂડમાં ઓછી ફિલ્મો કરી રહી હોવા છતાં સૌથી વધારે લોકપ્રિયતા ધરાવે છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે કરીના કપુરે આ શોના હિસ્સા માટે સુટિંગ શરૂ કરી દીધુ છે. બનંને દ્વારા હાલમાં જ શોના ભાગરૂપે શુટિંગ પણ કરી લીધુ છે.

મુંબઇના સ્ટુડિયોમાં આ શોનુ શુટિંગ હવે કરવામાં આવ્યુ છે. ફિલ્મો, લગ્ન અને બાળકો સહિતના તમામ મુદ્દા પર સની લિયોન વાતચીત કરનાર છે. એમ માનવામાં આવે છે કે કરીના કપુરના આ શોની શરૂઆત ડિસેમ્બરમા થઇ જશે. આ શો નવી રીતે રજૂ કરવામાં આવનાર છે. જેમાં કરીના કપુર લોકોની સમસ્યા પણ સાંભળશે. કોલિંગ કરણની જેમ જ આ શોમાં પણ લોકો કરીના કપરુની સાથે સીધી રીતે વાત કરી શકશે. આ શોને લઇને ચાહકોમાં ભારે ઉત્સુકતા જાવા મળી રહી છે.

કારણ કે સની લિયોન પહેલી મહેમાન બનનાર છે. દેશમાં સની લિયોન સૌથી વધારે સર્ચ કરવામાં આવતી સેલિબ્રિટી તરીકે અકબંધ રહી છે. કરીના કપુર હાલમાં ખુબ ઓછા પ્રમાણમાં ફિલ્મો કરી રહી છે. જા કે તે હવે શો મારફતે નવા નવા કલાકારોને મળનાર છે. સાથે સાથે ફિલ્મોમાં પણ તે કામ જારી રાખવા માટે ઇચ્છુક છે. કરીના કપુર જ્યારે સુપરસ્ટાર હતી ત્યારે ફિલ્મ છોડીને સેફ સાથે લગ્ન કરી લીધા હતા. કરીના કપુર હાલમાં ભારે આશાવાદી દેખાઇ રહી છે.

Share This Article