મુંબઇ : કરીના કપુરની વીરે ધી વેડિગ બાદ હાલમાં તેની પાસે હાથમાં કોઇ ફિલ્મ નથી. જો કે એવા હેવાલ આવી રહ્યા છે જે તે ફરી એકવાર અક્ષય કુમારની સાથે એક ફિલ્મમાં કામ કરી શકે છે જેની જાહેરાત ટુંક સમયમાં જ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત તે હેપ્પી ભાગ જાયેગીના નવા ભાગમાં કામ કરી શકે છે. આનો અર્થ એ થયો કે કરીના ફરી એકવાર જોરદાર રીતે સક્રિય થઇ જવા માટે તૈયાર છે. કરીના કહે છે કે તે સારી પટકથાવાળી ફિલ્મ હશે તો કઝીન રણબીર કપુરની સાથે પણ કામ કરશે. કરીના કપુર અને કજિન રણબીર કપુર વચ્ચે ખુબ સારા પરિવારિક સંબંધ રહેલા છે. બન્ને વચ્ચે ભાઇ બહેનના પ્રેમને જોઇ શકાય છે. કરીના કપુરે કેટલીક વખત કહ્યુ છે કે તે રણબીર કપુર સાથે કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તે ચોક્કસપણે માને છે કે હાલના સમયમાં બોલિવુડમાં રણબીર કપુર બેસ્ટ એક્ટર તરીકે છે. તે પોતાની એક્ટિંગ કુશળતા સતત સાબિત કરી રહ્યો છે.
રણબીર કપુર અને કરીના કપુરના ચાહકો પણ બન્નેને એક સાથે જાવા માટે તૈયાર છે. કરીના કપુરે હાલમાં જ કહ્યુ હતુ કે તે રણબીર કપુર સાથે કામ કરવા માટે તૈયાર છે. હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન કરીના કપુરને જ્યારે વાત કરવામાં આવી ત્યારે કરીના એ કહ્યુ હતુ કે તે રણબીર કપુરથી એક્ટિંગને લઇને ખુબ પ્રભાવિત રહી છે. કરીના કપુર પોતે છેલ્લા કેટલાક સમયથી બોલિવુડમાં સક્રિય રહી નથી. જો કે હવે કરીના કપુર બોલિવુડમાં બીજી ઇનિગ્સ રમવા માટે જઇ રહી છે.
કરીના કપુર બોલિવુડમાં એક સમય નંબર વન સ્ટાર તરીકે હતી. તેની તમામ મોટી ફિલ્મો રજૂ થઇ હતી. તે તમામ ત્રણેય ખાન સાથે કામ કરી ચુકી છે. આમીર ખાન સાથે તે થ્રી ઇડિયટ્સમાં નજરે પડી હતી. જ્યારે સલમાન ખાન સાથે બોડીગાર્ડ અને અન્ય ફિલ્મોમાં નજરે પડી ચુકી છે.