જ્યારે કરીના બની હતી 22 વર્ષે ચમેલી..!!

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ફિલ્મની અભિનેત્રીઓ ગ્લેમરનો પાર્ટ માનવામાં આવે છે. હવે સમય બદલાઇ ગયો છે. અભિનેત્રીઓ અત્યારે તેમના કરિયરના શિખરે પહોંચી રહી છે. તમને જાણીને નવાઇ લાગશે કે કરીના કપૂર ખાનને ફરક નથી પડતો કે તેને એક ગ્લેમરસ અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે. તે આ વાત પર ખુશ છે કે દર્શક તેને ગ્લેમરસ અભિનેત્રી તરીકે ઓળખે છે.

થોડા સમય પહેલા મિડીયા સાથે કરેલી વાતચીતમાં કરીના કપૂરે જણાવ્યું હતુ કે, તેને ઉડતા પંજાબ જેવી ફિલ્મો કરી શકે છે તો તે ગોલમાલ જેવી ફિલ્મ પણ કરી શકે છે. 18 વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું અને દરેક નવો દિવસ અલગ રીતે જીવવો તે કોઇ નાની વાત નથી.

તેણે વધુમાં જણાવ્યું હતુ કે 22 વર્ષની ઉંમરે ચમેલી ફિલ્મ કરી હતી. લોકોએ કહ્યું હતુ કે કરીના 22 વર્ષની ઉંમરે આ ફિલ્મને ન્યાય નહી આપી શકે, પરંતુ જ્યારે કરીનાએ તે ફિલ્મ કરી અને ચમેલીને યોગ્ય ન્યાય આપ્યો ત્યારે લોકો આશ્ચર્યચકીત થઇ ગયા હતા. દરેક હિરોઇનને આવી એક બે ફિલ્મ કરવી જ જોઇએ, જેના દ્વારા તે લોકોને શોક કરી શકે.

Share This Article