સૈફની દિકરી સારાને કરિના કરશે આ બાબતે મદદ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

બોલિવુડ અભિનેત્રી કરિના કપૂર ખાનને બોલિવુડની સ્ટાઇલિશ અભિનેત્રી માનવામાં આવે છે. કરિના કપૂરને સ્ટાઇલિશ બનાવવામાં તેની સ્ટાઇલિસ્ટનો ખૂબ મોટો હાથ છે. સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતાની દીકરી સારા અલી ખાન બોલિવુડમાં ડેબ્યુ કરવા માટે રેડી છે. સારા હાલ બે ફિલ્મોમાં કામ કરી રહી છે. એક ફિલ્મ તે સુશાંત સિંહ રાજપૂત સાથે કરી રહી છે, જ્યારે બીજી રણવીર સિંઘ સાથે સિંબા કરી રહી છે.

કરિના કપૂરની સ્ટાઇલિસ્ટ પોમ્પીને કરીના કપૂરે જ સારા પાસે મોકલી હતી. તે સારાને ફિલ્મ સિંબા માટે સ્ટાઇલ કરશે. કરિના ઇચ્છે છે કે, સારાની બોલિવુડમાં ગ્રાન્ડ એન્ટ્રી થાય અને તે બધાની નઝરમાં છવાઇ જાય. સ્ટેપ મધર કરિના કપૂર ખાન પાસેથી સ્ટેપ ડોટર સારા અલી ખાનને સ્ટાઇલ બાબતે મદદ મળશે.

સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા ખાન અને સૈફને બે બાળકો છે. એક સારા અલી ખાન અને બીજો દિકરો ઇબ્રાહિમ ખાન. બાદમાં સૈફ અલી ખાને કરિના સાથે લગ્ન કર્યા અને તેમને એક દિકરો છે. જેનુ નામ તૈમુર છે.

Share This Article