ચંદ્રશેખર આઝાદનું પાત્ર નિભાવતા કરણ શર્મા સાથે મુલાકાત
૧. આ શોમાં આવવા અને લેજન્ડ ચંદ્રશેખર આઝાદનું પાત્ર ભજવવા માટે આપને કઇ વાતે પ્રેરિત કર્યા?
હું હંમેશાથી એક દેશ ભક્ત વ્યક્તિ છું. મારા મતે ચંદ્રશેખર આઝાદ એક વ્યક્તિ ન હતા, પરંતુ તેઓ એક વિચારધારા પણ હતા, જેઓએ મારી સાથે-સાથે ઘણાં યુવાઓને પ્રેરિત કર્યા છે. હું હંમેશા તે પાત્રો સાથે જોડાઇ જાઉં છું જેઓનું વ્યક્તિત્વ મજબૂત હોય છે અને જેઓની મહાન નેતાના રૂપમાં પોતાની આભા છે. મેં ચંદ્રશેખર આઝાદમાં તે તમામ ગુણોને જોયા છે. મને લાગે છે કે સ્ટાર ભારતે તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને તેમની જીવન ગાથા દર્શકોની સામે લાવી મોટી પહેલ કરી છે.
૨. આપના પાત્ર વિશે જણાવો?
મારું પાત્ર શક્તિશાળી, કેન્દ્રિત, નિડર અને એ તથ્યથી સહમત છે કે તેમની વિચારધારા મહાત્મા ગાંધીથી પુરી રીતે અલગ છે. આ ઉપરાંત તેઓ પોતાના સમાજને લઇને ખૂબ જ જાગૃત અને સહાનુભૂતિનો ભાવ રાખતા હતા. એક નવયુવાન જેણે લોકોને જીવનનો નવો પાઠ શીખવ્યો. નિડરતાપૂર્વક જીવન જીવ્યું. હું ચંદ્રશેખરના ગુણોને પોતાના વ્યક્તિત્વમાં ઉતારવા ઇચ્છુ છું. તેમના ચરિત્રથી ઘણું બધુ શીખી શકાય છે.
૩. આ રોલ માટે તમે શું-શું તૈયારી કરી છે?
મે ચંદ્રશેખર આઝાદ પર કેટલીક પ્રામાણિક પુસ્તકો વાંચ્યા છે. પાત્રની જરૂરિયાત મુજબ મારે વજન વધારવાની સાથે જ પોતાના શરીરને માંસલ બનાવવું પડ્યુ. મારે પોતાના ડાયટમાં બદલાવ લાવવો પડ્યો અને પોતાના રોજીંદી રૂટિનમાં એક્સરસાઇઝનો સમાવેશ કર્યો.
૪. શોના કોન્સેપ્ટને લઇ આપનો દૃષ્ટિકોણ શું છે?
આ સમાજને ખૂબ જ સારે સંદેશ છે કે સ્વતંત્રતા જીવનની જરૂરિયાત છે અને નિડર ચરિત્ર હોવું જોઇએ. ઇંડસ્ટ્રીને આવા વધુ કાર્યક્રમોની જરૂરિયાત છે જે ઇતિહાસ પર આધારિત છે, જેને દર્શકો સુધી પહોંચાડવા જરૂરી છે.
૫. આ શો પહેલા કયા શો માં કામ કર્યું છે?
જ્યાં સુધી ટેલિવિઝનનો સવાલ છે તે મેં સોની માટે હર કદમ પર શક, એક દૂઝે કે લિયે અને કલર્સ માટે એસે કરો ના વિદા ટેલિવિઝન શો કર્યા છે અને હવે હું સ્ટાર ભારતના ચંદ્રશેખર માટે પ્રતિબદ્ધ છું.
૬. ભવિષ્યમાં આપની શું યોજનાઓ છે?
તક આવવા દો. કહાની અને ચરિત્ર પ્રમાણે હું ફિલ્મ કે ટેલિવિઝન શો કરવાનું પસંદ કરીશ. હું એ પાત્રો પર ભરોસો કરું છું, જે મને શ્રેષ્ઠ માણસ બનાવે છે અને મારી ઊર્જાને હંમેશા વધારતા રહે છે. મને આશા છે કે દર્શક મારી આકરી મહેનત અને મારા પાત્રની પ્રશંસા કરશે.