કરણ જાૈહર સૈફ અલીના દીકરા ઈબ્રાહીમને બોલિવુડમાં લોન્ચ કરશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

કરણ જાેહરે પોતે આ વર્ષની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તે માત્ર હિન્દીમાં જ નહિ પરંતુ તમિલ અને તેલુગુમાં પણ ‘હૃદયમ’ ફિલ્મની રિમેક કરશે. હાલમાં કરણ પાસે તેના બેનર ધર્મા પ્રોડક્શન હેઠળ ઘણા પ્રોજેક્ટ્‌સ છે. કરણ ‘બ્રહ્માસ્ત્ર’, ‘યોદ્ધા’ અને ‘જુગ જુગ જિયો’ જેવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. તે આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં પણ વ્યસ્ત છે.

આ ફિલ્મ ફેબ્રુઆરી ૨૦૨૩માં રિલીઝ થશે. બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન હજી મોટા પડદા પર દેખાયો નથી. ઈબ્રાહિમ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં કરણ જાેહરને આસિસ્ટ કરી રહ્યો છે. અમૃતા સિંહ સાથે સૈફ અલી ખાનના મોટા દીકરાએ કરણ જાેહર સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાનુ શરૂ કર્યુ છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન જાેવા મળશે. બંગાળી કલાકારો ટોટા રોય ચૌધરી અને ચુન્ની ગાંગુલી પણ આ ફિલ્મમાં જાેવા મળશે.

૨૦૧૬માં આવેલી ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ બાદ કરણ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’થી ડિરેક્શનમાં વાપસી કરી રહ્યો છે.બૉલિવુડમાં સ્ટાર કિડ્‌સને લૉન્ચ કરવાની જવાબદારી કરણ જાેહર અથવા સલમાન ખાન નિભાવે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષની શરુઆતમાં એ જણાવવામાં આવ્યુ હતુ કે કરણ જાેહરના ધર્મા પ્રોડક્શન્સ અને ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝે મલયાલમ રોમેન્ટીક કૉમેડી ફિલ્મ હ્રદયમના રાઈટ્‌સ મેળવી લીધા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે કરણ જાેહર આ ફિલ્મ સાથે સ્ટાર કિડને લૉન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ હ્રદયમની હિંદી રિમેક માટે સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહીમ અલી ખાનને લેવામાં આવી શકે છે. બૉલિવુડ હંગામાના સમાચાર મુજબ કરણ જાેહર છેલ્લા ઘણા સમયથી ઈબ્રાહીમ અલી ખાનને લૉન્ચ કરવા માટે એક સારી ફિલ્મની શોધ કરી રહ્યા હતા. અહેવાલ છે કે કરણ જાેહરનુ માનવુ છે કે ફિલ્મ ‘હૃદયમ’ ઈબ્રાહિમ અલી ખાનના બોલિવૂડ ડેબ્યૂ માટે શ્રેષ્ઠ પ્રોજેક્ટ સાબિત થઈ શકે છે.

છેલ્લા કેટલાક સમયથી કરણ પોતે ઈબ્રાહિમને હિન્દી સિનેમામાં લૉન્ચ કરવા માટે સારી ફિલ્મની શોધમાં હતો. કરણ જાેહરને લાગે છે કે આ પ્રકારનુ પાત્ર ઇબ્રાહિમને ફિટ કરશે જે એક વિદ્યાર્થીમાંથી પરિપક્વ વ્યક્તિ સુધીનો પ્રવાસ કરે છે. મલયાલમ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘હૃદયમ’ના મૂળ સંસ્કરણમાં પ્રણવ મોહનલાલ અને કલ્યાણી પ્રિયદર્શને મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.

Share This Article