બિગ બજેટ ફિલ્મો ફ્લોપ જતા કરણ જોહરએ ફિલ્મ પડતી મૂકવાનો નિર્ણય કર્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોક્સઓફિસને પોતાના ઈશારે નચાવતા બોલિવૂડ સ્ટાર્સ કપરા ચડાણનો સામનો કરી રહ્યા છે. અક્ષય અને આમિરની જેમ આ લિસ્ટમાં હવે ટાઈગર શ્રોફનું નામ પણ ઉમેરાયું છે. અગાઉ ટાઈગરની ફિલ્મ હીરોપંતી ૨ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ હતી. આમ છતાં, ટાઈગર પાસે ગણપત અને બડે મિયાં છોટે મિયાં નામની બિગ બજેટ ફિલ્મો હતી.

આ ઉપરાંત પાછલા મહિને કરણ જોહરના ધર્મા પ્રોડક્શને ટાઈગર શ્રોફ સાથે ‘સ્ક્રૂ ઢીલા’ બનાવવાની એનાઉન્સમેન્ટ કરી હતી. ફિલ્મની એનાઉન્સમેન્ટ માટે વીડિયો લોન્ચ કરવામાં આવ્યો હતો, જેમાં ટાઈગરને ચહેરા પર વાગ્યાના નિશાન છે અને ગુંડાઓ તેને સવાલ પૂછી રહ્યા છે. ટાઈગર શરૂઆતમાં પીટી ટીચર હોવાનો ડોળ કરે છે, પરંતુ અચાનક એક્શન મોડમાં ગુંડાઓ પર તૂટી પડે છે.

આ ફિલ્મમાં ટાઈગરની સાથે લીડ રોલમાં પુષ્પા ફેમ રશ્મિકા મંદાના પણ હતી. શનાયા કપૂર અથવા જ્હાન્વી કપૂરમાંથી કોઈ એકની એન્ટ્રી થવાની શક્યતા પણ હતી. સોર્સીસના જણાવ્યા મુજબ, પ્રોડ્યુસર કરણ જોહર અને ડાયરેક્ટર શશાંક ખૈતાને ફિલ્મને પડતી મૂકવાનો ર્નિણય લીધો છે. ૧૫૦ કરોડના બજેટ સાથે એક્શન ફિલ્મ બનાવવાનો પ્લાન હતો, પરંતુ ફિલ્મના ટીઝરને નિરાશાજનક પ્રતિસાદ મળ્યો હતો. વળી, ટાઈગરની હીરોપંતી ૨ નિષ્ફળ રહી હતી. ઓડિયન્સનો મૂડ હાલ કહી શકાય તેવો નથી અને બિગ બજેટ ફિલ્મો ફ્લોપ જઈ રહી છે. આ સંજોગોમાં કોઈ રિસ્ક લેવાના બદલે ફિલ્મને હાલ ફ્લોર પર નહીં લઈ જવાનો ર્નિણય લેવાય છે. સંજોગો સુધર્યા બાદ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવશે.

Share This Article