~ ફ્રીમેન્ટલ ઈન્ડિયાનું નિર્માણ બેડ કોપમાં અનુરાગ કશ્યપ, ગુલશન દેવૈયા, હરલીન સેઠી અને સૌરભ સચદેવા મુખ્ય ભૂમિકામાં છે અને દિગ્દર્શન આદિત્ય દત્તનું છે ~
મુંબઈ: એક અચ્છા ઔર બૂરા ઈન્સાન, દોસ્ત તો નહિ હો સકતે હૈ, પર, ભાઈ જરૂર હો સકતે હૈ! તો ડબલ ધમાકા માણવા માટે તૈયાર થઈ જાઓ! તમારા પોપકોર્ન તૈયાર રાખો અને તમારી બેઠક સાથે જકડાઈ રહો, કારણ કે કરણ- અર્જુન, ફિર સે લૌટ આયે હૈ, ઔર ઈસ બાર- ડબલ ડ્રામા લેકર! ડિઝની+ હોટસ્ટાર દ્વારા ટ્વિન ડ્રામા સિરીઝ હોટસ્ટાર સ્પેશિયલ્સ બેડ કોપ સાથે વર્ષનું બહુપ્રતિક્ષિત અને મનોરંજક ટ્રેલર રજૂ કરાયું છે. ફ્રીમેન્ટલ ઈન્ડિયા દ્વારા નિર્માણ, આદિત્ય દત્ત દ્વારા દિગ્દર્શિત અને રેન્સિલ ડિસિલ્વા લિખિત સિરીઝ સંપૂર્ણ માસ એન્ટરટેઈનર છે અને મંચ પર ખાસ 21મી જૂન, 2024થી પ્રસારિત થવા માટે સુસજ્જ છે. બેડ કોપ આરટીએલના આ જ નામે મૂળ જર્મન ડ્રામા પરથી ફ્રીમેન્ટલ ઈન્ડિયા દ્વારા ભારત માટે પુનઃકલ્પના કરાઈ છે.
બહુમુખી અભિનેતા ગુલશન દેવૈયા કરણ અને અર્જન એમ જોડિયાના ડબલ રોલમાં છે. બંને ભાઈઓ સાવ વિરુદ્ધ સ્વભાવના છે અને પોતપોતાના અલગ માર્ગ અપનાવે છે. કરણ પાવર-પેક્ડ કોપ અને અર્જુન બુદ્ધિશાળી ચોર છે, જેથી અત્યંત અણધાર રીતે બંનેના ભાગ્ય એકબીજા સાથે ગૂંથાય છે જે તેમના જીવનનો ક્રમ કાયમ માટે બદલી નાખે છે. અનુરાગ કશ્યપ બહુ જ સહજતાથી ઘાતકી, ચેડાં કરનારા અને જીવલેણ કઝબે મામાની ભૂમિકા છે, જે આપણને વધુ માગણી કરાવતા મૂકે છે. સચ્ચી પોલીસ હરલીન સેઠી પોલીસની ભૂમિકામાં છે. સૌરભ સચદેવા અને ઐશ્વર્યા સુસ્મિતા આ થ્રિલરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.
ભાગ્ય જ્યારે નસીબને મળે છે અને કરણ અર્જુન શ્રેણીબદ્ધ એવી ઘટનાઓમાં સપડાય છે, જે તેમના જીવનનો ક્રમ કાયમ માટે બદલી નાખે છે ત્યારે શું થાય છે?
ફ્રીમેન્ટલ ઈન્ડિયાનાં મેનેજિંગ ડાયરેક્ટર આરાધના ભોલાએ જણાવ્યું હતું કે, “અમે અમારી પહેલી જ ડ્રામા વેબ સિરીઝ બેડ કોપ દર્શકો સામે લાવવા માટે ભારે રોમાંચિત છીએ. અમે આરટીએલ ફોર્મેટની લોગલાઈન શેર કરી હોવાથી ડિઝની+ હોટસ્ટાર ખાતે ટીમ સાથે શરૂઆત કરતાં લેખક રેન્સિલ ડિસિલ્વાથી મુખ્ય કલાકારો તેમ જ ડાયરેક્ટર આદિત્ય દત્ત સુધી બધા જ રોચક છતાં બોલકણા ટ્વિન ડ્રામામાં એકત્ર આવ્યાં છે. રેન્સિલે અમને મૂળ વાર્તાની અદભુત ભારતીય પુનઃકલ્પના આપી છે, જેમાં અત્યંત પ્રતિભાશાળી કલાકારો ગુલશન, હરલીન, અનુરાગ અને સૌરભે પાત્રોમાં જીવ પૂર્યો છે, જ્યારે ઉત્કૃષ્ટ કલાકાર જ કરી શકે તેમ તેમણે પોતાની સીમાઓને પાર કરી છે અને આદિત્યએ બહુ જ ધારદાર કમર્શિયલ અને એકશનના લેન્સ થકી સર્વમાં પ્રાણ પૂર્યો છે. અમને આશા છેક અમે એકત્ર કરેલા પ્રયાસમાં જે મજા આવી તે રીતે જ દર્શકોને જોવાની મજા આવશે.”
સિરીઝ વિશે બોલતાં ડાયરેક્ટર આદિત્ય દત્ત કહે છે, “બેડ કોપ રોચક વાર્તારેખા સાથે અસલ મજેદાર મસાલા વાર્તા છે, જેમાં જીવલેણ વિલન અને ડબલ રોલમાં હીરો છે. હું હંમેશાં ટ્વિન ડ્રામા જોવાનો શોખીન રહ્યો છું, જેથી ફ્રીમેન્ટલ ઈન્ડિયામાં રેન્સિલ, આરાધના અને ટીમ સાથે બેડ કોપ પર કામ કરતો હતો ત્યારે અમે જાણતા હતા કે આ તત્ત્વ અમારે માટે અનુકૂળ છે. અમે એકશન અને પીછો કરવાનાં દ્રશ્યો બહુ જ રોચક રીતે તૈયાર કર્યા છે અને દર્શકોને તે જોવાની મજા આવશે એવી આશા છે. અનુરાગ, ગુલશન, હરલીન અને સૌરભ જેવા કલાકારો સાથે અમે વાર્તામાં અસલપણાનું ભાન લાવવા માગતા હતા. આ બધા કલાકારો સિનેમાની અત્યંત અલગ અલગ શાળામાંથી આવ્યા છે અને તેઓ જે લાવ્યા છે તે અન્ય કોઈ લાવી નહીં શકે. દર્શકો માટે આ જલસો રહેશે અને મને આશા છે કે તેઓ તેને ખૂબ માણશે.”
આ સિરીઝ અને તેના પાત્ર વિશે બોલતાં અનુરાગ કશ્યપે જણાવ્યું હતું કે, “કઝબે મામા અનોખો વિલન છે. તેની ખૂબી ચમત્કારી તેમ જ ઘાતકી પણ છે. હું મારી ફિલ્મોથી વિપરીત આમાં અમુક બિહામણ દ્રશ્યો શૂટ કરતી વખતે ભયભીત થયો હતો. કઝબે શક્તિશાળી, જુલમી છે અને મેં નિર્માણ કરેલાં ઘણાં બધાં પાત્રોમાંથી આ ભૂમિકા માટે તૈયારી કરી છે. ફ્રીમેન્ટલ ઈન્ડિયા અને આદિત્યનું ઉત્તમ જોડાણ છે અને આ શોએ મારી અલગ અલગ બાજુને ઉજાગર કર છે. મારી પાસે કઝબે માટે કોઈ પ્રક્રિયા નહોતી, વાસ્તવમાં હું પરિંદામાં નાના પાટેકર અને હાસિલના ઈરફાન ખાનથી પ્રેરિત હતો. મેં શૂટ પૂર્વે જ સ્ક્રિપ્ટ હાથમાં લીધી અને ડાયલોગ રાઈટરે મને તેના પ્રત્યેનો અભિગમ કેવો હોવો જોઈએ તે જણાવ્યું. મારે માટે નકારાત્મક પાત્ર ભજવવાનું સ્વાભાવિક છે અને હું કોઈ કસર બાકી નહીં રાખીશ. મને આશા છે કે મારા આ અવતારમાં દર્શકો મને અપનાવશે.”
ગુલશન દેવૈયાએ જણાવ્યું હતું કે, “બેડ કોપ રોચક વાર્તા છે, જે નિર્ભેળ મનોરંજન છે. મને વાર્તામાં મારે ભજવવાનું પાત્ર મને સૌથી વધુ રોચક લાગ્યું. કરણ અને અર્જુન અત્યંત અલગ અલગ વ્યક્તિત્વ સાથેના જોડિયા છે અને એક પોલીસ અને એક ચોર છે. ફ્રીમેન્ટલ ઈન્ડિયા અને ડિઝની+ હોટસ્ટારે મને ફરી એક વાર જોડિયા ભાઈઓ ભજવવાની તક આપી તે માટે હું ખુશ છું. કરણ અને અર્જુન જોડિયા હોવા છતાં જીવન પ્રત્યે તદ્દન અલગ દ્રષ્ટિબિંદુ ધરાવે છે અને અત્યંત અલગ અલગ વ્યક્તિત્વ સમસ્યા ધરાવે છે. સૌથી મોટો વળાંક તેમના ભાગ્યનું આંતરગૂંથણ છે અને મને લાગે છે કે અહીંથી જ પાત્ર ભજવવાનું અત્યંત પડકારજનક પાસું છે, કારણ કે મારે ઘણાં બધાં એકશન દ્રશ્યો ભજવવાનાં હતાં, જે બિલકુલ આસાન નહોતા એવી મારે કબૂલાત કરવી જોઈએ. મને સૌપ્રથમ પોતાને શારીરિક અને માનસિક રીતે તે માટે તૈયાર કરવો પડ્યો હતો. મને લાગે છક બેડ કોપમાં જોડિયાની ભૂમિકા મારી કારકિર્દીમાં આજ સુધીનો સૌથી અદભુત સમય રહ્યો અને મને આશા છે કે દર્શક સમૂહને પણ તે બહુ ગમશે.”
હરલીન સેઠી કહે છે, “મને દેવિકાની ભૂમિકા માટે કહેવામાં આવ્યું ત્યારે મને શરૂઆતમાં સંકોચ થયો હતો, પરંતુ શૂટિંગન સમયસૂચિની વચ્ચે મને ભાન થયું કે મેં આ તક ઝડપી લીધી તે બહુ સારું થયું. દેવિકા એક મહિલામાં જોઈએ તે બધું જ ધરાવે છે. તે શક્તિશાળી, તેજ, બુદ્ધિશાળી, સ્થિતિસ્થાપક છે અને પોતાના અંગત જીવનમાં અધિકાર માટે લડે છે અને માને છે કે તે તેની આસપાસના કોઈથી પણ નીચે કે ઉપરવટ નથી. તે પુરુષોનું વર્ચસ ધરાવતા કાર્યબળમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને તેને જે જોઈએ તે માટે સ્પષ્ટ વિઝન ધરાવે છે. તે કારકિર્દી અને કરણ સાથે લગ્ન વચ્ચે સંતુલન જાળવવામાં મથે છે, જેની અસર તેની આસપાસના બનાવો પર પડે છે. મને આદિત્ય દત્ત સરના દિગ્દર્શનમાં અને ગુલશન દેવૈયા, અનુરાગ કશ્યપ અને સૌરભ સચદેવા સાથે કામ કરવાની મજા આવી. સૌથી સારી વાત એકશન દ્રશ્યો છે, જે હંમેશાં મારું સપનું રહ્યું હતું. ઉપરાંત ડિઝની+ હોટસ્ટાર અને ફ્રીમેન્ટલ ઈન્ડિયા સાથે જોડાણ પણ મારે માટે બહુ સારી વાત છે.”