કપિલ શર્મા તેની લાઇફસ્ટાઇલ બદલી રહ્યો છે…

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કપિલ શર્મા કોન્ટ્રોવર્સીનો પ્રિય પુત્ર હોય તેવું લાગી રહ્યું છે. કપિલ શર્માએ તેની કરિયર કોમેડી સર્કસથી શરૂ કરી હતી. બાદમાં તે એટલો ઉપર પહોંચી ગયો હતો. આખા ભારતમાં શનિવાર અને રવિવાર જાણે કપિલના શો વગર શક્ય જ નહોતી તેવું લાગી રહ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી કપિલના જીવનમાં જાણે કોન્ટ્રોવર્સી નામનો ગ્રહ પ્રવેશ્યો હોય, તેવી રીતે તેની કરિયર ડાઉનસ્ટેર જઇ રહી છે.

હાલમાં જ કપિલે એક ટ્વિટ કરી હતી કે તે તેની લાઇફસ્ટાઇલ બદલી રહ્યો છે. કપિલ તેના મિત્રના એક સોંગનું પ્રમોશન કરી રહ્યો છે. કપિલે તેના ફેન્સ સાથે વાત પણ કરી હતી. એક ફેને જ્યારે કપિલને કહ્યુ કે તે કપિલને અને તેના શોને ખૂબ મિસ કરી રહ્યો છે, અને જૂના કોમેડી સર્કસના એપિસોડ જોઇને દિવસ કાઢી રહ્યો છે. ત્યારે કપિલે તેને જવાબ આપ્યો હતો કે, ટેન્શન ના લો જલ્દી જ કંઇક નવું લાવશે કપિલ શર્મા.

ખૂબ ખુશીની વાત છે કે, આપણે ફરી એક વખત કોમેડી કિંગ કપિલ શર્માને સ્મોલ સ્ક્રીન પર જોઇ શકીશું. મશહૂર ગુલાટી એટલે કે સુનિલ ગ્રોવરના ગયા બાદથી જ જાણે કપિલની પડતી શરૂ થઇ ગઇ હતી. કપિલ અને સુનિલના ઝઘડા બાદ કપિલના શોની ટી.આર.પી પણ ઘટી ગઇ હતી. બાદમાં ફિલ્મસ્ટારને રાહ જોવડાવવી, દરેકની સાથે યોગ્ય વર્તન ના કરવું તે બાબત કપિલને ભારે પડી રહી છે.

થોડા સમય પહેલા કપિલ એક ફેમિલી શો લઇને આવ્યો હતો. જે ખાસ કંઇ ચાલ્યો નહી અને બંધ થઇ ગયો. તેનો મતલબ એ છે કે, કપિલને દર્શકો ફક્ત કોમેડીયનના રોલમાં જ જોવા ઇચ્છે છે. તેને હોસ્ટ તરીકે જોવો દર્શકોને પસંદ નથી.

Share This Article