કાનપુર : હાવડાથી નવી દિલ્હી જઇ રહેલી ૧૨૩૦૩ પૂર્વા એક્સપ્રેસ મોડી રાત્રે અકસ્માતનો શિકાર થઇ હતી. આ ટ્રેન પાટા પરથી ખડી પડતા ઓછામાં ઓછા ૧૪ લોકો ઘાયલ થયા હતા. કાનપુરથી આશરે ૧૫ કિલોમીટરના અંતરે અડી રાત્રે ૧૨-૫૦ વાગે આ ટ્રેન દુર્ઘટના થઇ હતી. રૂમા ગામ પાસે આ ટ્રેન પાટા પરથી ખડી પડી હતી. દુર્ઘટનામાં પૂર્વા એક્સપ્રેસના ૧૨ કોચ પાટા પરથી ખડી પડ્યા હતા. જ્યારે ચાર કોચ પાટથી પરથી સંપૂર્ણપણે ખડી પડ્યા હતા.
આ દુર્ઘટના થયા બાદ તંત્રમાં ભાગદોડ મચી ગઇ હતી. આ બનાવ બન્યા બાદ ૧૧ ટ્રેનોને તરત જ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેટલીક ટ્રેનોને ડાયવર્ટ પણ કરવામા ંઆવી હતી. રેલવે દ્વારા કહેવામાં આવ્યુ છે કે તપાસ બાદ યોગ્ય કારણ જાણી શકાશે. દરમિયાન કાનપુર સેન્ટ્રલથી એક સ્પેશિયલ ટ્રેન મારફત આશરે ૯૦૦ યાત્રીઓને નવી દિલ્હી માટે રવાના કરવામા ંઆવ્યા છે. રેલવે અધિકારીઓએ કહ્યુ છે કે કોઇ યાત્રીને ગંભીર ઇજા થઇ નથી. રેલવે દ્વારા હેલ્પ લાઇન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. ઉત્તર મધ્ય રેલવેના અધિકારીઓમાં અકસ્માત થયા બાદ ભાગદોડ મચી ગઇ હતી. ટ્રેનના ડબા પાટા પરતી ખડી પડ્યા બાદ ઘાયલ થયેલા યાત્રીઓને સારવાર માટે ખસેડી લેવામાં આવ્યા હતા. ૧૧ યાત્રીને સારવાર આપવામાં આવ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી.
તેમને રજા આપવામાં આવ્યા બાદ કાનપુર સેન્ટ્રલ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ત્રણ યાત્રીઓને વધારે સારવાર માટે હૈલટ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે. ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવી ચુકી છે. જા કે હાલમાં સાવચેતી રાખવામાં આવી રહી છે. અકસ્માત અંગેની માહિતી મળતાની સાથે જ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.અકસ્માત થયા બાદ બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. એનડીઆરએફની ટીમ પહોંચી છે.