કનોરિયા સેન્ટર ફોર આર્ટસની કલાત્મક શ્રેષ્ઠતા અને સંસ્કૃતિના 40 વર્ષની ઉજવણી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

કનોરિયા સેન્ટર ફોર આર્ટસ (KCA)  કલા, સંસ્કૃતિ અને સમુદાયને સમર્પિત અગ્રણી સંસ્થા છે, જે 40મી વર્ષગાંઠ નિમિત્તે એક સાપ્તાહિક ઉજવણી કરી રહ્યું છે. વર્ષ 1984માં ચેરપર્સન ઉર્મિલા કનોરિયા દ્વારા સ્થપાયેલ, અને જાણીતા આર્કિટેક્ટ ડૉ. બી.વી.દોશી અને અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સહયોગથી KCA ઉભરતા અને જાણીતા કલાકારોને લાંબા સમયથી સમર્થન આપે છે.  શરૂઆતથી જ KCA સર્જનાત્મક અને સ્વ વિકાસના હબ તરીકે વિકસ્યું છે, જે સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવા માટે સમર્પિત છે.  40 વર્ષના માઇલસ્ટોનને યાદ કરવા માટે KCA વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે “ઓપન સ્પેસ” નામના શીર્ષક સાથે વિશેષ કાર્યક્રમોની શ્રેણીનું આયોજન કરાઇ રહ્યું છે, જે KCAના વિશાળ કેમ્પસમાં કલા પ્રેમીઓને આવકારે છે.

L R Mrs. Urmila Kailash Kanoria Chairperson Kanoria Centre for Arts Ms. Gargi Yadav Honorary Director Kanoria Centre for Arts

આ સિમાચિહ્ન અંગે વાત કરતા કનોરિયા સેન્ટર ફોર આર્ટસના ચેરપર્સન શ્રીમતી ઉર્મિલા કૈલાશ કનોરિયાએ જણાવ્યું હતું કે, “કનોરિયા સેન્ટર ફોર આર્ટસનો જન્મ સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને મહત્વ આપતા સમુદાયની રચના કરવાના વિઝન સાથે થયો હતો. છેલ્લા ચાર દાયકામાં તે આપણા કલાત્મક સમુદાયને સમૃદ્ધ બનાવવા માટે સમર્પિત રહ્યું છે. મને તે જોઇને ગર્વ થાય છે કે સેન્ટરનો સારો વિકાસ થયો છે, હું તે દરેક વ્યક્તિની હૃદયપૂર્વક આભારી છું, જેમણે KCAને કલા અને સંસ્કૃતિનું સમૃદ્ધ હબ બનાવવા માટે યોગદાન આપ્યું છે.”

૧૫ નવેમ્બરના રોજ સેન્ટરની 40મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે સંગીતા જિંદાલ દ્વારા ઉર્મિલા કૈલાશ બ્લેક બોક્સના ઉદ્ધાટન સહિત વિવિધ આકર્ષક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 1656 ચોરસ ફૂટની મલ્ટિફંકશનલ જગ્યામાં કલાત્મક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની શ્રેણીનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે, જે આર્ટ કમ્યુનિટીને KCA તરફથી પ્રદાન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણીમાં “પોટ્રેઇટ્સ એન્ડ સ્પેસ: બાલકૃષ્ણ દોશી ઇન હિઝ ઓન ક્રિએશન્સ” પણ દર્શાવવામાં આવશે, જે વિનય પંજવાણી દ્વારા એક ફોટોગ્રાફિક પ્રદર્શન છે જેમાં ડો. દોશીના આર્કિટેક્ચરલ માસ્ટરપીસના સારને કેપ્ચર કરેલ છે.”  ઉર્મિલા કૈલાશ બ્લેક બોક્સ કાર્યક્રમમાં કલાકાર માનસી કારાણી અને તેમના કલાકારો પણ પરફોર્મન્સ આપશે.

 કાર્યક્રમોની શ્રેણીમાં “એન ઇન્વિટેશન ટુ અવર ડાઇંગ સ્ટુડિયો” નો પણ સમાવેશ કરાયો છે, જે ઉર્મિલા આર્ટ ગેલેરીમાં સ્ટુડિયો માધ્યમ દ્વારા એક વિશેષ પ્રદર્શન છે, જેમાં પરંપરાગત અને સમકાલીન ડાઇંગ પ્રેક્ટિસ રજૂ કરવામાં આવશે, જે ટેપેસ્ટ્રી ઓફ સ્પેસ, બી.વી દોશીની કૃતિઓના આર્કિટેક્ચર મોડલની રજૂઆત છે.કનોરિયા સેન્ટર ફોર આર્ટસના માનદ નિયામક સુશ્રી ગાર્ગી યાદવે જણાવ્યું હતું કે, “40મી વર્ષગાંઠ એ માત્ર સેન્ટરના વારસાની ઉજવણી જ નથી, પરંતુ સર્જનાત્મકતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુનઃસમર્થન કરવાની અને સંશોધન અને અભિવ્યક્તિ માટે જગ્યા પૂરી પાડવાની તક પણ છે. અમે આશા રાખીએ છીએ કે આ ઇવેન્ટ દ્વારા સમુદાય સાથે જોડાઇશું અને સેન્ટરના સહયોગની ભાવના રજૂ કરીશું.” સેન્ટરના આર્ટિસ્ટ સ્ટુડિયો, આર્ટ ગેલરી, ક્લાસરૂમ, મ્યુઝિયમ, આર્ટ શોપ અને ઉર્મિલા કૈલાશ બ્લેક બોક્સ ઉજવણી દરમિયાન મુલાકાતીઓ માટે ખુલ્લા રહેશે. 

Share This Article