અમદાવાદ : જેની ઉત્સુકતાપૂર્ક રાહ જાવામાં આવી રહી હતી તે કાંકરીયા કાર્નિવલની રંગારંગ કાર્યક્રમ વચ્ચે આજે શરૂઆત થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ વચ્ચે કાંકરીયા કાર્નિવલની શરૂઆત કરાવી હતી. આ વખતે કાંકરીયા કાર્નિવલમાં અનેક આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. કાંકરિયા કાર્નિવલની રંગારંગ શરૂઆતની સાથે સાથે નીચે મુજબ છે.
- કાંકરિયા કાર્નિવલની મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વિધિવત રીતે શરૂઆત કરવામાં આવી
- કાર્નિવલના પ્રથમ દિવસે મુખ્યમંત્રીની સાથે શહેરના મેયર બિજલબેન ઉપસ્થિત રહ્યા હતા
- કાર્નિવલના પ્રથમ દિવસે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું
- કાંકરિયા કર્નિવલમાં આ વખતે બુલેટ ટ્રેન અને ફ્લોટીંગ રેસ્ટોરન્ટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહેશે
- ફ્લોટીંગ રેસ્ટોરન્ટમાં ૩૦૦ રૂપિયા ચુકવવાના રહેશે અને ૩૦ મિનિટ રોકાઈ શકાશે
- બુલેટ ટ્રેનમાં દરેક કોચમાં ૩૬ લોકો બેસી શકશે અને ટ્રેનમાં ચાર કોચ રહેશે
- કાંકરિયા કાર્નિવલમાં ૨૫ લાખથી વધુ લોકો ઉમટી પડશે
- લોક નૃત્યના કાર્યક્રમો, હોર્સ અનો ડોગ શોના પણ કાર્યક્રમ રહેશે
- કવિ સંમેલન પણ આકર્ષણ જમાવશે
- ગીતા રબારી, જીગરદાસ ગઢવી, રૂપકુમાર રાઠોડના પણ કાર્યક્રમો રહેશે
- સાંઈરામ દવે હાસ્ય દરબારનું આયોજન કરશે
- કાંકરિયા કાર્નિવલમાં લોકોની સુવિધા માટે મનપા દ્વારા ઓટોમેટેડ મલ્ટીલેવલ પા‹કગની સુવિધા
- વીએસ, સિવિલ, રોટરી ક્લબ, રેડ ક્રોસ સોસાયટીના માર્ગદર્શન હેઠળ બ્લેડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું
- સ્વચ્છ ભારત અભિયાન હેઠળ વિશેષ થીમ રાખવામાં આવી
- કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કાર્નિવલની શરૂઆત થયા બાદ સાત દિવસ ચાલશે
- આ વખતે શરાબ પીને આવનાર લોકો અને રોમિયો તત્વોને રોકવા માટે વિશેષ આયોજન કરાયું
- ૧૫થી વધુ એન્ટી રોમિયો ટીમ સિવિલ ડ્રેસમાં તૈનાત કરાઈ
- તમાકુની ઝુંબેશના ભાગરુપે ખાસ મંચની વ્યવસ્થા ગોઠવવામાં આવી ચુકી છે
- કોઇપણ ઇમરજન્સી માટે લોકોની સહાયતા માટે પોલીસ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી
- સુપરવિઝન માટે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ૨૮ વોચ ટાવર ગોઠવાયા છે
- વાહનોની ચોરીને રોકવા માટે સીસીટીવી કેમેરા સાથે ૧૧ પા‹કગ વિસ્તાર બનાવાયા છે
- ૧૯૦થી વધુ મહિલા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલોની ટીમ ગોઠવાઈ છે
- દરરોજ ભવ્યઆતશબાજી અને ઝાકમઝોળ રોશની કરાશે
- ચુસ્ત અને સઘન સુરક્ષા બંદોબસ્તનું આયોજન કરાયું
- દિવ્યાંગો-ડીફરન્ટલી એબલ્ડ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
- કાળા નાણા, સ્વચ્છતા અભિયાન, ડિજિટલ ઇન્ડિયા, નશાબંધી, પ્રગતિશીલ ગુજરાત, ટ્રાફિક સમસ્યા, પાણી બચાવો, બેટી બચાવો જેવા કાર્યક્રમો યોજાશે
- ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ગુજરાતી રસધાર તથા ખડખડાટ કાર્યક્રમ રહેશે
- ૩૧મી ડિસેમ્બરના દિવસે નામાંકિત કલાકારો દ્વારા સેલિબ્રિટી લાઈવ કોન્સર્ટનું આયોજન કરાયું
- યોગા, એરોબિક્સ તથા ઝુંબાનું નિદર્શન કરાશે
- મ્યુનિસિપલ શાળા, ખાનગી શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે
- કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે
- આતશબાજીનો નજારો જાવા મળશે
- એલઈડી સ્ક્રીન દ્વારા કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે