હવે મેન્ટલ હે ક્યાં ફિલ્મમાં કંગના મોટા રોલમાં દેખાશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઇ : એક્ટિંગ કુશળતાના કારણે તમામને પ્રભાવિત કરી દેનાર અભિનેત્રી કંગના રાણાવત હાલમાં મેન્ટલ હે નામની ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મ ૨૬મી જુલાઇના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. ઇÂન્ડયન બ્લેક કોમેડી ફિલ્મ તરીકે આને ગણવામાં આવે છે. બે ટોપના એÂક્ટગ કુશળતા ધરાવનાર કલાકારો આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. જેમાં રાજકુમાર રાવ અને કંગના રાણાવત કામ કરી રહ્યા છે. બંને બીજી વખત સાથે દેખાશે.  મેન્ટલ હે ક્યાં ફિલ્મમાં તે ફરી એકવાર રાજકુમાર રાવ સાથે કામ કરી રહી છે. ક્વીન બાદ બન્નેની જાડી ફરી એકવાર સાથે નજરે પડનાર છે.

ક્વીન ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ફિલ્મના કારણે કંગનાએ શ્રેષ્ઠ અભિનેત્રી માટેના કેટલાક એવોર્ડ જીતી ગઇ હતી. દરમિયાન બોલિવુડ સ્ટાર કંગના રાણાવત સતત મોટી ભૂમિકાના કારણે નવી નવી ઉંચાઇ પર પહોંચી રહી છે. તે ત્રણ વખત નેશનલ એવોર્ડ જીતી ચુકી છે.કંગના રાણાવત પોતાની નવી ફિલ્મને લઇને આશાવાદી છે. કંગના રાણાવત પોતાની કેરિયરને લઇને આશાવાદી દેખાઇ રહી છે. તે પોતાની કુશળતાની સાબિતી પહેલા પણ આપી ચુકી છે. હવે નવી ફિલ્મો મારફતે ફરી એકવાર તે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. કંગના રાણાવતે મહિલા પ્રધાન ફિલ્મોને પણ એકલા હાથે હિટ કરી છે.

બીજી બાજુ રાજકુમાર રાવ પણ બોલિવુડમાં પોતાની એÂક્ટગ કુશળતાથી તમામને પ્રભાવિત કરી રહ્યો છે. તે બરેલી કી બરફીમાં જારદાર રોલ કરી ગયો હતો. તેની પાસે પણ એશ સાથેની ફિલ્મ ફન્ને ખાન  હતી.  જા કે ફિલ્મ ફ્લોપ રહી હતી. બીજી બાજુ કંગનાનુ  તેનુ કહેવુ છે કે તે ક્યારેય કોઇની ફેન રહી નથી. કંગના રાણાવત હાલમાં પોતાના નિવેદનના કારણે ભારે ચર્ચામાં રહી હતી. રિતિક રોશન સાથે પ્રેમ પ્રકરણના કારણે પણ તે સતત ચર્ચામાં રહી હતી. કરણ જાહરની સાથે વિવાદના કારણે પણ તે ચર્ચામાં રહી હતી. કંગના રાણાવત બોલિવુડમાં પોતાની એક્ટિંગ કુશળતાના કારણે તમામ મોટી સ્ટારને શરમાવતી રહી છે. તેવી ક્વીન અને રિવોલ્વર રાની જેવી મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર જારદાર સફળતા મેળવી ચુકી છે.

જા કે તેની રંગુન ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. ફેશન જેવી ફિલ્મમાં તે ફરી કામ કરવાની ઇચ્છા ધરાવે છે. ક્વીન ફિલ્મમાં તેની કુશળતાની તમામે નોંધ લીધી હતી. જા કે કંગના રાણાવત કેટલાક વિવાદોના કારણે બોલિવુડમાં હજુ સુધી સંઘર્ષ કરતી રહી છે. ટોપના નિર્માતા નિર્દેશકો વિરુદ્ધમાં પણ તે નિવેદન કરતા ખચકાટ અનુભવ કરતી નથી. કગંનાએ બોલિવુડમાં ચાલતા ભાઇ ભત્રીજાવાદના મુદ્દે પણ તેના અભિપ્રાય સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે. કંગના પોતાના બોલ્ડ નિવેદનના કારણે જાણીતી રહી છે.

Share This Article