પંગામાં કંગના રાણાવત એક નવા લુકમાં નજરે પડનાર છે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

બોલિવુડમાં કંગના રાણાવત એકમાત્ર એવી અભિનેત્રી રહી છે જે પોતાની એક્ટિંગ કુશળતાના કારણે આજે તમામ ચાહકોને પ્રભાવિત કરી રહી છે. બોલિવુડમાં અનેક નિર્માતા નિર્દેશક અને ટોપના કલાકારો સાથે સંબંધ સારા ન હોવા છતાં પણ તે પોતાની એક્ટિંગ કુશળતાના કારણે જ બોલિવુડમાં ટકી રહેવામાં સફળ રહી છે. કંગના પાસે હજુ કેટલીક ફિલ્મો રહેલી છે. જેમાં પંગા પણ સામેલ છે. તેની ફિલ્મ પંગાને લઇને ઉત્સુકતા વધી ગઇ છે. આ ફિલ્મના નિર્દેશક અશ્વિની અય્યર તિવારીએ કહ્યુ છે કે ફિલ્મમાં તેની સાથે રિચા ચડ્ડા, નીના ગુપ્તા, જસ્સી ગિલ પણ કામ કરી રહી છે.

કંગનાની બહેન રંગોલી ચંદેલે પણ ફર્સ્ટ લુક શેયર કરીને કેટલીક બાબતોને રજૂ કરી છે. ફોટો શેયર કરીને રંગોલીએ લખ્યુ છે કે એક અભિનેત્રી તરીકે સૌથી વધારે બદનામી એ વખતે થાય છે જ્યારે તેમને માતાના રોલમાં ભૂમિકા મળે છે. જો કે મણિકર્ણિકામાં માતાની ભૂમિકા સફળ રીતે અદા કર્યા બાદ તે ફરી એકવાર માતાની ભૂમિકા કરવા જઇ રહી છે. આજે મેઇન સ્ટ્રીમની આ ટોપ અભિનેત્રી પોતાના કેરિયરમાં શિખર પર છે ત્યારે માતાની ભૂમિકા અદા કરી રહી છે.

આ નવા આઇડિયા તરીકે છે જેને પંગા પસંદ રહેલા છે. આ ફિલ્મ ૨૪મી જાન્યુઆરીના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મની સાથે જ સ્ટ્રીટ ડાન્સર પણ રજૂ થનાર છે. જેમાં શ્રદ્ધા કપુર અને વરૂણ ધવન છે.

Share This Article