સ્ટાર કિડ્‌સને કંગના રાનૌતે ઉબલે હુએ અંડે કહ્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કોન્ટ્રોવર્સી ક્વિન કંગનાએ ફરી એક વખત સ્ટાર કિડ્‌સ પર નિશાન સાધ્યું છે. ફિલ્મ ધાકડના ટ્રેલરને પ્રમોટ નહીં કરવા બદલ અક્ષય કુમાર અને અજય દેવગણને કંગનાએ રિસેન્ટલી ઝાટક્યા હતા. હવે કંગનાએ નામ લીધા વગર સુહાના ખાન, જ્હાન્વી કપૂર અને અનન્યા પાંડે સહિતના સ્ટાર કિડ્‌સને ટાર્ગેટ બનાવ્યા છે. ઝોયા અખ્તરની ફિલ્મ આર્ચીઝમાં ત્રણ સ્ટાર કિડ્‌સ લોન્ચ થઈ રહ્યા છે, જેમાં સુહાના ખાન, ખુશી કપૂર અને અગત્સ્ય નંદાનો સમાવેશ થાય છે. શાહરૂખનો દીકરો આર્યન ખાન પણ ઓટીટી પ્રોજેક્ટથી ડિરેક્શન ક્ષેત્રે ડેબ્યુ કરી રહ્યો છે. 

કંગનાએ જણાવ્યુ હતું કે, સાઉથના સ્ટાર્સ ઓડિયન્સ સાથે સ્ટ્રોન્ગલી કનેક્ટ રહે છે. અમારા કિસ્સામાં એવું થાય છે કે, સ્ટાર કિડ્‌સ સ્ટડી માટે એબ્રોડ જાય છે. તેઓ ઈંગ્લિશ બોલે છે અને માત્ર હોલિવૂડ ફિલ્મ્સ જુએ છે. છરી-કાંટાથી જ તેઓ ખાય છે અને અલગ રીતે વાત કરે છે. તેઓ કનેક્ટ કઈ રીતે થઈ શકે? દેખાવમાં તેઓ ‘ઉબલે હુએ અંડે’ જેવા વિચિત્ર દેખાય છે. પુષ્પાનું ઉદાહરણ આપતાં કંગનાએ કહ્યું હતું કે, પુષ્પાનો લૂક આપણે ઓળખતા હોઈએ તેવા વ્યક્તિ જેવો છે. દરેક લેબર તેને કનેક્ટ કરી શકે છે.

આજના સમયમાં અમારો કયો હીરો લેબર જેવો લાગે છે?  કંગના અત્યારે ધાકડના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે અને તે અત્યારે અનેક પ્રમોશનલ ઈવેન્ટ્‌સનો ભાગ બની રહી છે. સુપર બીઝી એક્ટ્રેસે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ફિલ્મના પ્રોડ્યુસર દિપક મુકુટની સાથે તિરૂપતિ બાલાજી મંદિરે માથું ટેકવ્યું હતું અને ફિલ્મની સફળતા માટે આશીર્વાદ લીધા હતા. ૨૦ મેના રોજ રિલિઝ થઈ રહેલી આ ફિલ્મમાં કંગનાની સાથે અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા મહત્વના રોલમાં નજર આવશે.

Share This Article