કંગના દ્વારા ૧૫૦ વર્ષ જુના હથિયારોનો ઉપયોગ કરાયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડની ક્વીન તરીકે ગણાતી સુપરસ્ટાર અભિનેત્રી કંગના રાણાવતે મણિકર્ણિકા ફિલ્મમાં તમામ તાકાત લગાવી દીધી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ કંગનાએ આ ફિલ્મમાં કામ કરવા માટે અસલી હથિયારોનો ઉપયોગ કર્યો છે. મણિકર્ણિકા ફિલ્મમાં તે રાની લક્ષ્મીબાઇની ભૂમિકા અદા કરી રહી છે. આ પિરિયડ ડ્રામા ફિલ્મમાં તે નિર્દેશન તરીકેની ભૂમિકા અદા કરનાર છે. તે સ્ટન્ટ કરતી નજરે પડનાર છે. તેના એક્શન ફિમમાં દિલધડક રહેનાર છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે ફિલ્મમાં કંગના રાણાવતે તમામ તાકાત લગાવી દીધી છે. કંગના રાણાવતે ખુલાસો કરતા કહ્યુ છે કે ફિલ્મમાં તે તમામ મહેનત કરી રહી છે. ફિલ્મમાં કંગના રાણાવતે ૧૫૦ વર્ષ જુના હથિયારનો ઉપયોગ કર્યો છે.

કંગના રાણાવતે કહ્યુ છે કે ફિલ્મમાં એક્શન સીન તે કરનાર છે. તે ફિલ્મમાં પાંચ કિલોના કવચનો ઉપયોગ કરનાર છે. કંગના રાણાવતે કહ્યુ છે કે ફિલ્મમાં તે એવા જ હથિયારનો ઉપયોગ કરનાર છે જેવા રાની લક્ષ્મીબાઇએ પોતાના ગાળામાં કર્યા હતા. કંગના રાણાવતે સમગ્ર માહિતી ઇન્સ્ટાગ્રામ પર આપીને લોકોને ચોંકાવી દીધા છે. કંગના રાણાવત હાલમાં અન્ય ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. તે હાલમાં અશ્વિન અય્યર તિવારી આગામી ફિલ્મ પંગાના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે જસ્સી ગિલ અને નીના ગુપ્તા કામ કરી રહી છે. પંગા એક કબડ્ડી ખેલાડીની લાઇફ પર બની રહેલી  ફિલ્મ છે.

કંગના રાણાવત પાસે અન્ય કેટલીક ફિલ્મો પણ છે જેમાં મેન્ટલ હે ક્યાં નામની ફિલ્મ છે. જેમાં તેની સાથે રાજકુમાર રાવની ભૂમિકા છે. કંગનાની સાથે ફિલ્મમાં અંકિતા લોખન્ડે પણ છે. આ ફિલ્મ ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. કંગના રાણાવત પાસે કેટલીક અન્ય ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. ફિલ્મને લઇને તે ભારે આશાવાદી દેખાઇ રહી છે.

Share This Article