કંગનાની ફિલ્મ મણિકર્ણિકા અટવાઇઃ ટેકનિશિયન ખફા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

 

 

મુંબઇ : કંગના રાણાવતની ફિલ્મ મણિકર્ણિકા ફિલ્મનુ શુટિંગ ફરી એકવાર રોકી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મ શરૂઆતના તબક્કાથી જ વિવાદના કેન્દ્રમાં રહી છે. ફિલ્મનુ શુટિંગ પૂર્ણ થવા આવ્યુ છે ત્યારે હવે ફિલ્મનુ શુટિંગ રોકી દેવામાં આવ્યુ છે. જાણવા મળેલી માહિતી મુજબ ફિલ્મમાં કામ કરી રહેલા મજુરો અને ટેકનિશિયનના બાકી રહેલા નાણાં બાકી હોવાના કારણે આ લોકો નારાજ છે. થોડાક દિવસ માટે જ શુટિંગ બાકી છે ત્યારે આ મજુરો હવે આવી રહ્યા નથી. પૈસા ન મળતા આખરે મજુર યુનિયન અને ફેડરેશને ફિલ્મના શુટિંગને રોકી દેવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મ માટે હવે ત્રણ ચાર દિવસનુ શુટિંગ બાકી છે. ફેડરેશનના ચેરમેન બીએન તિવારીએ કહ્યુ છે કે ફિલ્મ માટે મજુર, ટેકનેશિયન અને અન્ય લોકોને જંગી નાણાં મળ્યા નથી. આ લોકોના એક દોડ કરોડ રૂપિયા બાકી રહ્યા છે. આ સંબંધમાં કેટલીક વખત નિર્માતા કમલ જૈન સાથે વાતચીત કરવામા આવી છે.

પરંતુ વાતચીત સફળ સાબિત થઇ નથી. તિવારીના કહેવા મુજબ જ્યાં સુધી બાકી રકમની ચુકવણી હવે કરવામાં આવશે નહીં ત્યાં સુધી ફિલ્મનુ શુટિંગમાં અમે જાડાઇશુ નહીં. કંગના રાણાવત અભિનિત ફિલ્મ મર્ણિકર્ણિકા ફિલ્મ આગામી વર્ષની શરૂઆતમાં ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ ઝાંસીની રાણી પર આધારિત છે. ફિલ્મમાં રાની લક્ષ્મીબાઇની ભૂમિકા કંગના રાણાવતે અદા કરી છે. કંગનાએ કહ્યુ છે કે તેની કેરિયરની આ સૌથી મોટી અને પડકારરૂપ ફિલ્મ છે. ફિલ્મને લઇને ઉત્સુકતા રહેલી છે. કંગના બોલિવુડમાં હજુ સુધીની સૌથી મોટી સ્ટાર પૈકીની એક સ્ટાર તરીકે રહી છે.કંગના રાણાવત બોલિવુડમાં બોલ્ડ અને સાહસી સ્ટાર તરીકેની છાપ ધરાવે છે.

 

 

Share This Article