સોનુ સુદની સાથે કોઇ લડાઇ નથી : કંગનાએ સ્પષ્ટતા કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ:કંગના રાણાવતની ફિલ્મ મણિકર્ણિકાને લઇને દરરોજ નવી નવી વિગત સપાટી પર આવતી રહે છે. હવે એવા હેવાલ આવ્યા છે કે સોનુ સુદે ફિલ્મને છોડી દીધી છે. એમ માનવામાં આવે છે કે કંગના રાણાવત સાથે બોલાચાલી થયા બાદ સોનુ સુદે ફિલ્મને છોડી દીધી છે. આસંબંધમાં પુછવામાં આવતા કંગનાએ કહ્યુ છે કે સોનુ સુદે ફિલ્મને છોડી દીધી છે પરંતુ તેના કારણ તેના અંગત હોઇ શકે છે. સોનુ સુદની તેની સાથે કોઇ પણ પ્રકારની લડાઇ કે બોલાચાલી થઇ નથી. તેનુ કહેવુ છે કે તે અને સોનુ કૃષ ના આખરે શુટને શુટ કર્યા બાદ બન્ને મળ્યા નથી. તે પોતાના કામમાં વ્યસ્ત છે.

જેથી તેની પાસે મણિકર્ણિકા માટે ડેટ્‌સ ન હતી. જેથી ફિલ્મ કરવાનો ઇન્કાર કરી દીધો છે. કંગનાએ કહ્યુ છે કે નિર્માતા નિર્દેશકોએ તેમને પટકથા સંભળાવી હતી. લેખકો દ્વારા ખુબ સાવધાનીપૂર્વક પટકથા તૈયાર કરવામાં આવી હતી. જા કે સોનુ સુદે કામ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. એક મહિલા નિર્દેશકની સાથે સોનુએ કામ કરવાનો ઇન્કાર કરી દીધો છે. કંગનાએ કહ્યુ છે કે સોનુ તેના સારા મિત્રો પૈકી એક તરીકે છે. મણિકર્ણિકા ફિલ્મનુ શુટિંગ હાલમાં એનડી સ્ટુડિયોમાં ચાલી રહી છે.

વચ્ચે એવા હેવાલ પણ આવ્યા હતા કે કંગના મણિકર્ણિકાના કેટલાક હિસ્સાને લઇને ખુશ ન હતી. શરૂઆતમાં કંગના એ કૃષની જગ્યાએ નિર્દેશકની જવાબદારી પોતે પોતાના હાથમાં લીધી હતી. કંગના પોતે પણ નિર્દેશક તરીકેની ભૂમિકામાં છે. કૃષ હાલમાં હૈદરાબાદમાં એનટીઆરના શુટિંગમાં વ્યસ્ત છે.કંગના રાણાવત બોલિવુડમાં એક અલગ છાપ ધરાવે છે. તેની એક્ટિંગ કુશળતાની સતત સારી નોંધ લેવામાં આવી રહી છે. કંગના ફિલ્મમાં લક્ષ્મીબાઇની યાદગાર ભૂમિકા અદા કરી રહી છે.

Share This Article