લોકઅપની સકસેસ પાર્ટીમાં કંગના સ્ટાઈલિશ લાગી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કંગના રનૌતની જેલ પર આધારિત આ શો ‘લોક અપ’નો ફિનાલે ૭ મે, શનિવારે યોજાયો હતો. આ શોનો વિજેતા કોમેડી એક્ટર મુનાવર ફારુકી બન્યો હતો. શોના ફિનાલે પછી, શોના નિર્માતાઓ દ્વારા સક્સેસ બેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં કંગના રનૌત, એકતા કપૂર, શોના વિજેતા મુનાવર ફારુકી અને કરણ-તેજસ્વી સાથે ટીવી જગતના ઘણા ખાસ ચહેરાઓ જાેવા મળ્યા હતા.

પાર્ટીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્ટાર્સની મસ્તી જાેઈ શકાય છે. ‘લોક અપ’ની સક્સેસ પાર્ટીમાં કંગના રનૌત હાઈ થાઈ સ્લિટ ડ્રેસમાં આકર્ષક લાગી રહી હતી. આ પ્રસંગે, અભિનેત્રીએ તેના વાળ ખુલ્લા રાખ્યા અને આ ડ્રેસને હાઈ હીલ્સ સાથે જાેડી દીધો. આ પાર્ટીમાં કંગના એકદમ સ્ટાઇલિશ અને કિલર લાગી રહી છે. એકતા કપૂર બ્લેક શોર્ટ ડ્રેસમાં ખૂબ જ સુંદર અને ખૂબસૂરત લાગી રહી હતી.

ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે પણ પતિ વિકી જૈન સાથે કંગના રનૌત અને એકતા કપૂરની પાર્ટીમાં હાજરી આપી હતી સક્સેસ બેશમાં, શિવમ શર્મા અને સારા ખાન પણ પોતપોતાની શૈલીમાં ચાહકોના દિલ જીતવામાં સફળ રહ્યા. લોક અપ સક્સેસ બેશમાં મુનવ્વર ફારૂકી બ્લેક શર્ટ અને બ્લુ જીન્સમાં ખૂબ જ સ્ટાઇલિશ સ્ટાઇલમાં પહોંચ્યો હતો. જણાવી દઈએ કે મુનવ્વર ફારૂકીએ ટ્રોફી ઘરે લઈ જવાની સાથે ૨૦ લાખ રૂપિયાની ઈનામી રકમ પણ જીતી છે.

ટેલિવિઝનના ફેવરિટ કપલ કરણ અને તેજસ્વી પાર્ટીમાં તેમના ગ્લેમરસ અવતારમાં સિઝલિંગ દેખાતા હતા. બંને પાર્ટીમાં સાથે જાેવા મળ્યા હતા. કરણ બ્લેક આઉટફિટમાં ખૂબ જ હેન્ડસમ લાગતો હતો, જ્યારે બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા સોશિયલ મીડિયા સ્ટાર અંજલિ અરોરા, જે ‘લોક અપ’ની સેકન્ડ રનર-અપ હતી, તે પણ ચમકદાર સફેદ ડ્રેસમાં જાેવા મળી હતી.

Share This Article