કંગનાને ૨૪ કરોડની ફી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કંગના રાણાવત હવે બોલિવુડમાં સૌથી વધારે ફી લેનાર અભિનેત્રી તરીકે બની ગઇ છે. તે હવે તમિળનાડુના મુખ્યપ્રધાન જયલલિતાના બાયોપિકમાં કામ કરવા માટે ૨૪ કરોડ રૂપિયાની જંગી ફી લેવા જઇ રહી છે. જયલલિતાની બાયોપિક ફિલ્મમાં કામ કરવા માટે તે તૈયાર થઇ ગયા બાદ આને લઇને નવી અટકળો શરૂ થઇ ગઇ છે. આ ફિલ્મ તમિળમાં થલાયવી અને હિન્દીમાં જયા નામથી બનાવવામાં આવનાર છે. આ ફિલ્મ બે ભાષામાં બની રહી છે. ફિલ્મ સાથે જોડાયેલા નિર્માતા માને છે કે કંગના રાણાવત સુપરસ્ટાર અને સ્ટાર પાવર ધરાવે છે જેથી તેની ફિલ્મ દેશમાં ચારેબાજુ ચાહકો જોશે. એક બાબત તો પહેલાથી જ જાણીતી રહી છે કે જ્યારે પણ ઉત્તર ભારતના કોઇ કલાકારો સાઉથની ફિલ્મમાં કામ કરે છે ત્યારે તેમની સાથે ત્યાંના કલાકારો પણ હોય છે. પરંતુ આ ફિલ્મમાં લીડ રોલમાં માત્ર કંગના રાણાવત જ કામ કરી રહી છે.

સમગ્ર ફિલ્મ તેના પર આધારિત રહેનાર છે. ફિલ્મના નિર્માતા દ્વારા પહેલાથી જ ફિલ્મને લઇને કોન્ટ્રાક્ટ પર સાઇન કરી લેવામાં આવ્યા છે.

કંગના રાણાવતે આ ફિલ્મના સંબંધમાં પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે જયલલિતા અમારા દેશમાં સફળ રાજનેતા તરીકે રહ્યા હતા. જયલલિતા પોતાના સમયમાં સુપરસ્ટાર અભિનેત્રી હતા સાથે સાથે જ્યારે રાજકારણમાં આવ્યા ત્યારે દશકો સુધી તમિળનાડુમાં સફળ રાજનેતા તરીકે રહ્યા હતા. તેમના અવસાન બાદ તમિળનાડુની રાજનીતિમાં ખાલી થયેલી જગ્યા કોઇ ભરી શકે તેમ નથી. કંગના રાણાવત ફિલ્મમાં જયલલિતાના રોલને અદા કરનાર છે. જંગી બજેટ સાથે ફિલ્મ બનાવવામાં આવનાર છે.

Share This Article